<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મેળાઓથી સાંસ્‍કૃતિક વિરાસતની જાળવણી તથા નવી રોજગારીઓઃ અર્જુનભાઈ

માધવપુરના મેળાના ઉદ્‌ઘાટન બાદ યોજાયેલા ગીતાબેન રબારીનો ડાયરો માણવા લોકો ઉમટી પડયા : માધવપુર મેળાનું વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્‍તે ઉદ્‌ઘાટનઃ આજે રાત્રે ભગવાન શ્રીકૃષ્‍ણ અને રૂક્ષ્મણીજી લગ્નપ્રસંગની બીજી વરણાંગી : કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ વીડિયો સંદેશ દ્વારા માધવપુરના મેળા માટે શુભેચ્‍છા આપીને જણાવેલ કે માધવપુર વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે સાંસ્‍કૃતિક વિરાસતોનું ગૌરવ જાળવીને આપણે વિકસીત ભારતનો સંકલ્‍પ આગળ વધારીએ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: માધવપુરના મેળાને ગઈકાલે સાંજે રાજયના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્‍તે ખૂલ્લો મુકવામાં આવે હતો. અર્જુનભાઈએ પ્રવચનમાં જણાવેલ કે મેળાઓ સાંસ્‍કૃતિક વિરાસતની જાળવણી સાથે નવી રોજગારીઓનું સર્જન કરે છે.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવોના  હસ્‍તે માધવપુર ઘેડ મેળાનો શુભારંભ થયો હતો સાથે સાંસ્‍કળતિક કાર્યક્રમોનો ગરીમામય રીતે પ્રારંભ થયો હતો. કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માધવપુરવાસીઓ તેમજ મેળામાં ઉપસ્‍થિત રહેલા તમામ લોકોને મેળાના ઉદ્ધાટન પ્રસંગે શુભકામના પાઠવી હતી. મંત્રીશ્રીએ આ અવસરે દ્વારકાથી સોમનાથ વચ્‍ચેના દરિયાઈ પટ્ટી પર આવેલા ધાર્મિક, આધ્‍યાત્‍મિક, પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે રાજ્‍ય સરકાર કટીબદ્ધતાને બિરદાવી હતી. અર્નુનભાઈએ જણાવ્‍યું હતું કે, સદીઓથી પરંપરાગત રીતે ઉજવાતો માધવપુરનો મેળો ગુજરાતના લોકજીવનના સાંસ્‍કળતિક ધબકારને જીવંત રાખવાનું ઉત્તમ માધ્‍યમ છે. ભગવાન શ્રીકળષ્‍ણ અને માતા રુક્‍મિણીજીના લગ્ન પ્રસંગને યાદ કરતા આ મેળામાં લોકો શ્રદ્ધા અને ઉમંગથી જોડાય છે.

કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈએ વિશેષમાં કહ્યું કે, ઉત્તર-પૂર્વીય રાજ્‍યના રુક્‍મિણીજી અને પヘમિ ભારતના શ્રીકળષ્‍ણનો આ મેળા દ્વારા થતો સાંસ્‍કળતિક મિલાપ રાષ્‍ટ્રીય એકતાનું અનોખું પ્રતીક છે. વર્ષ ૨૦૧૮થી આ મેળાને જે રાષ્‍ટ્રીય સ્‍તરનું નવું સ્‍વરૂપ મળ્‍યું છે, તેનાથી પ્રવાસન અને સ્‍થાનિક રોજગારીના નવા દ્વાર ખુલ્‍યા છે.

વિકાસ અને આસ્‍થાનો સંગમ એવા દ્વારકા અને સોમનાથની અર્થવ્‍યવસ્‍થા બદલાઈ રહી છે. આ બંને આધ્‍યાત્‍મિક કેન્‍દ્રોની બરોબર વચ્‍ચે આવેલું માધવપુર પણ હવે વિકાસના પંથે હોવાનું જણાવી તેમણે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતળત્‍વમાં આ સમગ્ર પટ્ટો ધમધમતો થવાનો છે, માધવપુરમાં અનેક પ્રકલ્‍પો આકાર લઈ રહ્યા છે. જેમાં કર્લી મોકર સાગર ખાતે આશરે ૨૦૦ કરોડના ખર્ચે પક્ષી અભયારણ્‍ય અને પોરબંદર પાસે રંગબાઈ માતાના મંદિર નજીક ૨૫ કરોડના ખર્ચે સાંસ્‍કળતિક વન તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરમાં સુદામા મંદિર અને કીર્તિ મંદિર જેવા અનેક પ્રકલ્‍પો તૈયાર થઈ રહ્યા હોવાનું અર્જુનભાઈએ જણાવ્‍યું હતું.

મૂળ દ્વારકાથી હર્ષદ માતાના મંદિર સુધીનો ૧૧ કિલોમીટર લાંબો બીચ ડેવલપ કરવામાં આવશે. આ વિકાસના કાર્યો માત્ર સંસ્‍કળતિને જ ઉજાગર નથી કરતા, પરંતુ નવી ઈકોનોમી અને રોજગારીનું પણ સર્જન કરે છે. બરડા ડુંગરમાં લાયન સેન્‍ચુરી પણ આકાર લઈ રહી છે, જેનાથી આ વિસ્‍તારમાં પ્રવાસન વધશે. જ્‍યારે આ તમામ પ્રકલ્‍પો પૂર્ણ થશે ત્‍યારે માધવપુર વિશ્વના નકશા પર અંકિત થશે. જેમ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, સોમનાથ અને કચ્‍છનું રણોત્‍સવ વિશ્વના નકશા પર પોતાની આગવી ઓળખ બનતા સ્‍થાનિક  રોજગારી અને અર્થવ્‍યવસ્‍થાનું કેન્‍દ્ર બન્‍યા છે તેમ માધવપુર પણ આગામી સમયમાં લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

આ વિકાસથી સ્‍થાનિક યુવાનોને પોતાના વિસ્‍તારમાં જ રોજગારીની તકો પ્રાપ્ત થશે, જે આ વિસ્‍તારના સર્વાંગી ઉત્‍થાન માટે પાયારૂપ સાબિત થશે. તેમણે  પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

કેન્‍દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયાએ મેળાના ઉદ્ધાટન પ્રસંગે તમામ લોકોને વિડિયો સંદેશ દ્વારા શુભકામના પાઠવી હતી. કેન્‍દ્રીય મંત્રીશ્રીએ આ અવસરે ભગવાનશ્રી કળષ્‍ણ-માતા રુક્‍મિણી તેમજ મહાત્‍મા ગાંધીજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, માધવપુર મેળો એ માત્ર એક આયોજન નથી પણ જીવંત પરંપરા છે. આ તે ઉત્‍સવ છે જ્‍યાં ઇતિહાસ શ્વાસ લે છે, જ્‍યાં આસ્‍થા ટપકે છે અને જ્‍યાં ભારત પોતાની આત્‍માના સૌથી સુંદર સ્‍વરૂપમાં આપણને દેખાય છે.  અહીં ભારતે પહેલીવાર પોતાની વિવિધતાને એકતામાં ફેરવીને વિશ્વને એક સંદેશ આપ્‍યો હતો. એક બાજુ દ્વારકાની ધરતી અને બીજી બાજુ ઉત્તર પૂર્વની પરંપરાઓ. એક બાજુ સમુદ્રની લહેરો અને બીજી બાજુ પર્વતોની સંસ્‍કળતિ તેમ છતાં સંસ્‍કળતિના માધ્‍યમથી આપણે એક તાંતણે બંધાયા છે જે વિકાસભી અને વિરાસતભી ની ભાવનાને સાર્થક કરે છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્‍ય સચિવ શ્રી રમેશ મેરજાએ જણાવ્‍યું કે  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. માધવપુરનો મેળો હવે માત્ર પ્રાદેશિક કે સ્‍થાનિક મેળો રહ્યો નથી, પરંતુ તેને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ખ્‍યાતિ મળી છે.

માધવપુરના મેળાના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં માંગરોળ-માળિયા વિસ્‍તારના ધારાસભ્‍ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેક્‍ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરબતભાઈ પરમાર, ટીસીજીએલ જોઇન્‍ટ એમ.ડી કુલદીપ ઝાલા, મ્‍યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા બી યુ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક કલેકટર રેખાબા સરવૈયા, મહામંત્રી રાજેશભાઈ કરગઠીયા, પ્રવીણભાઈ ઓડેદરા, ગ્રામ પંચાયત સરપંચ ભાનુભાઈ ભુવા, અગ્રણી પ્રતાપ કેશવાલા, આવડા ઓડેદરા સહિતના વિવિધ આગેવાનો  ઉપસ્‍થિત રહ્યા હતા. મેળાના ઉદ્‌ઘાટન બાદ રાત્રે ગીતાબેન રબારીના યોજાયેલા ડાયરાના માણવા લોકો ઉમડી પડયા હતા. 

(11:40 AM IST)