<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

સંપૂર્ણ સમાજ તન મન ધન તથા દરેક દ્રષ્ટિકોણ થી વિકસિત બને એ જ સંઘ ના સેવા કાર્ય નું લક્ષ્ય : કચ્છના આરએસએસ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું

સંઘ દ્વારા થતા સેવા કાર્યો ખુબ જ પાયાના અને છેવાડાના માનવી ના ઉત્થાન માટેના : સેવા ના લાભાર્થી લોકો પણ ભવિષ્ય માં સેવા કરતા બને તથા આપણા સેવાકાર્યો થી રાષ્ટ્ર નું ઉત્થાન થાય એ જ આપણા સેવાકાર્યો નું લક્ષ્ય હોવું જોઈએ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : તાજેતરમાં જ ભુજના માધાપર ગામે એમ.એસ.વી. હાઇસ્કુલ મધ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટ દ્વારા સમગ્ર કચ્છભરમાં ચાલતા સેવાકાર્યો સંભાળતા સંઘના કાર્યકર્તાઓ નું મિલન યોજાઈ ગયું. કચ્છભર સેવા સાધના ના માધ્યમ થી ૨૨૧ જેટલા કાયમી સેવાકાર્યો (પરમેનેન્ટ પ્રોજેક્ટ) ચાલે છે દરેક સેવાકાર્ય ના સંચાલન માટે ૪ કાર્યકર્તાઓ ની ટીમ બનાવેલી છે એ બધા જ કાર્યકર્તાઓના મિલન નું યોજના પ્રથમ વખત થયું હતું.

કાર્યક્રમ ના ઉદ્ઘાટન સત્ર માં દીપ પ્રાગટ્ય માં બન્ની વિસ્તાર ના સંસ્કાર કેન્દ્ર ની દીકરીઓ દ્વારા થયેલા શ્લોક પઠને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને ત્યારબાદ વાગડ વિસ્તાર ના સંસ્કાર કેન્દ્ર ની દીકરીઓએ વંદના પ્રસ્તુત કરી હતી. ઉદ્ઘનત સત્ર માં સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ  મહેશભાઈ ઓઝાએ સ્વામી વિવેકાનંદજી ના પ્રસંગ  સાથે સેવાકાર્ય નું ઉદેશ્ય સમાંજ્વ્યો તથા કહ્યું કે આપણો જન્મ ભારત ની પુણ્યભુમી માં સેવાકાર માટે જ થયો છે. ત્યારબાદ સંસ્થા દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રો માટે માંડવી બલ્કાશ્રમ સંસ્થા દ્વારા રૂપિયા  એક લાખ (૧,૦૦,૦૦૦) તથા કાર્યક્રમ માં ઉપસ્થિત ભચાઉ ના રસિકભાઈ ઠક્કરે પણ ૫૧,૦૦૦ દાન અર્પણ કર્યું.

કાર્યક્રમ ના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત સેવા કાર્યકર્તા સ્થાન સહ અલગ અલગ જૂથ માં બેસીને આગામી સમય માં જરૂરી સેવાક્ર્યો નો વ્યાપ્ત વધારવા ચર્ચા તથા આયોજન કર્યું. કાર્યક્રમ ના અંતિમ સત્ર માં અતિથી વિશેષ શ્રોફ ફાઉંડેશન પ્રતિનિધિ તથા એગ્રોસેલ ના ડાયરેક્ટર  ચૈતન્યભાઈ શ્રોફ સાથે સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રાંત પ્રચારક  મહેશભાઈ જીવાણી, કચ્છ વિભાગ ના વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી તથા  સેવા સાધના ના પ્રમુખ માવજીભાઈ સોરઠીયા મંચસ્થ રહ્યા. કાર્યક્રમ માં સેવા સાધન ટ્રસ્ટ દ્વારા થતા સેવાકર્યો તેમજ સેવા ભારતી દ્વારા થતા સેવાકર્યો ની ઝલક ડોક્યુંમેન્ટરી દ્વરા પ્રસ્તુત થઈ. અતિથી વિશેષ ચૈતન્યભાઈ શ્રોફે ખુબ પ્રભાવિત થયા અને કહ્યું કે સંઘ દ્વારા થતા સેવા કાર્યો ખુબ જ પાયાના અને છેવાડાના માનવી ના ઉત્થાન માટેના છે. અંતિમ સત્ર માં સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ તેમના ઉદબોધન કહ્યું કે સેવા ના લાભાર્થી લોકો પણ ભવિષ્ય માં સેવા કરતા બને તથા આપણા સેવાકાર્યો થી રાષ્ટ્ર નું ઉત્થાન થાય એ જ આપણા સેવાકાર્યો નું લક્ષ્ય હોવું જોઈએ. સંપૂર્ણ સમાજ તન મન ધનથી તથા દરેક દ્રષ્ટિકોણ થી વિકસિત બને એ જ આપણી કલ્પના છે. કાર્યક્રમ નું સંચાલન હેતભાઈ જોશીએ કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી પ્રાંત ના બૌધિક પ્રમુખ જયંતીભાઈ નાથાણી સેવા સાધના ના ટ્રસ્ટી દામજીભાઈ જાટીયા, ચિરાગભાઈ કોઠારી, માધવીબેન ગોસ્વામી તથા સેવા સાધનાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(11:40 AM IST)