<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

રાણાવાવના ટ્રકચાલક શાહબાઝે ચોટીલા પાસે ઝેર પી લેતાં ગંભીર

માણસાથી બટેટા ભરીને આવતો હતો ત્‍યારે રસ્‍તામાં પગલુ ભર્યુઃ દોઢ વર્ષથી પત્‍નિ ખંભાળીયા ગામે રિસામણે છે અને કેસ કર્યો છેઃ ફોન પર સાસુ સાથે વાત કર્યા બાદ પગલું

રાજકોટ તા. ૨૮: પોરબંદરના રાણાવાવમાં રહેતાં ટ્રકચાલક યુવાને પોતે માણસાથી ટ્રકમાં બટેટા ભરીને આવતો હતો ત્‍યારે રસ્‍તામાં ચોટીલા પાસે ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં રાજકોટ સારવાર હેઠળ છે.

જાણવા મળ્‍યા મુજબ રાણાવાવ રહેતાં શાહબાઝ સલીમભાઇ દોદાઇ (ઉ.વ.૨૭) નામના યુવાને ચોટીલામાં રાતે સાડા બારેક વાગ્‍યે દેવાંગી હોટલ નજીક ટ્રક ઉભો રાખી ઝેરી દવા પી લીધી હતી. તે ઉલ્‍ટી કરતો હોઇ લોકો ભેગા થઇ જતાં કોઇએ તેને ચોટીલા હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોટીલા પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરી હતી.

બનાવની જાણ થતાં શાહબાઝના પરિવારજનો પણ રાણાવાવથી રાજકોટ પહોંચી ગયા હતાં. શાહબાઝ ચાર બહેન અને બે ભાઇમાં નાનો છે. સંતાનમાં એક દિકરો છે. તેના સગાએ કહ્યું હતું કે શાહબાઝના પત્‍નિ દોઢેક વર્ષથી ખંભાળીયા માવતરે રિસામણે છે અને કેસ પણ કરેલો છે.

આ કારણે તે ચિંતામાં રહેતો હતો. ગત રાતે તે માણસા-ગાંધીનગર તરફથી ટ્રકમાં બટેટા ભરીને પરત રાણાવાવ તરફ આવતો હતો ત્‍યારે ચોટીલા પાસે દવા પી લીધી હતી. ફોન રેકોર્ડ ચેક કરતાં તેમાં તેણે દવા પીધા પહોલ સાસરીયા પક્ષ સાથે વાત કરી હતી.

કેસની ચિંતામાં પગલુ ભર્યાની શક્‍યતા છે. શાહબાઝ ભાનમાં આવ્‍યા બાદ ચોટીલા પોલીસ નિવેદન નોંધશે.

(12:01 PM IST)