<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

કલ્‍યાણપુરના પટેલકામાં કુવામાં પડી જતા ૮૨ વર્ષના લખુભાઇ રાઠોડનું મોત

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૮: કલ્‍યાણપુર તાલુકાના પટેલકા ગામના વાડી વિસ્‍તારમાં આવેલ એક ખેતરમાં કુવામાં એક વૃધ્‍ધ પડી ગયા હોય ખંભાળીયા ફાયરબ્રિગેડને જાણ કરતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં યોગેશભાઇ પાથર, જયપલાસિંહ ભાતેલ તથા બ્રીજરાજસિંહ તથા બે તાલીમાર્થી તુરત જ પટેલકા પહોંચી ગયા હતા તથા કુવામાંથી મૃતકની લાશ કાઢી હતી. લખુભાઇ રાઠોડ નામના ૮૨ વર્ષના વૃધ્‍ધ કુવામાં પડી જતા મૃત્‍યુ થયાનું બહાર આવેલુ છે

(1:20 PM IST)