<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ખંભાળીયાઃ ઉદ્યોગો માટેના ડિઝલમાં રર નો વધારો થતાં કાળા બજાર કરવાનો ધંધો ખુલ્‍યો

ખેડૂતોના નામે ડિઝલ લઇને વેચવાનું કારસ્‍તાનઃ અનેક જગ્‍યાએ ડિઝલની તંગી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮: ગુજરાત ભારતમાં ઇરાન ઇઝરાયેલ યુધ્‍ધને કારણે ક્રુડની અછત થતાં તંગ સ્‍થિતિ ડીઝલ પેટ્રોલની થતાં સરકાર દ્વારા ઉદ્યોગ વપરાશના માટે ડીઝલમાં તોતીંગ રૂા. બાવીસનો વધારો કરાતા ખેડૂતોના નામે ડીઝલ લઇને કાળા બજાર કરવાનો મોટો ધંધો ફુલ્‍યો ફાલ્‍યો છે.

ખેડૂતોને ખેતરમાં પંપ તથા અન્‍ય સાધનો માટે બેરલમાં પ૦૦ લીટર સુધીની છુટ હતી જેથી ખેડૂતોના નામના પાંચ-છ સાત બાર લઇને ટ્રેકટરમાં પાંચ સાત બેરલ લઇ પેટ્રોલ પંપમાંથી ભરીને ફેકટરીવાળાઓને તેમના રૂા. રરના ભાવ વધારા સામે ઓછા ભાવનું વેચવાનું કૌભાંડ કરીને કેટલાક તત્‍વો રોજના ૧૦/૧પ હજાર કમાવા લાગ્‍યા છે!!

જેમને માત્ર ખેતીના મશીનો છે. ટ્રેકટર નથી તેઓને બેરલમાં ડીઝલ જથ્‍થો ના મળતા તેઓ મુશ્‍કેલીમાં મુકાયા છે કે અમારે શું કરવું? નાયરા કંપનીના ભાવ વધારાથી તેના કેટલાક પંપ પર થોડો સમય વિતરણ બંધ થઇ જતાં પણ લોકોમાં પ્રશ્‍નો થયા હતા તો પણ દ્વારકા જામનગર જિલ્લામાં હાલ પેટ્રોલ પંપ પર કયાંય બહુ ભીડ નથી તો કેટલાક પેટ્રોલ પંપ વાળા દ્વારા બાઇકમાં ૧૦૦/ર૦૦ રૂપિયાનું જ પેટ્રોલ અને કારમાં ૧૦૦૦/- કે બે હજારનું જ પેટ્રોલ ડીઝલ કયાંક પ૦૦/૧૦૦૦નું જ પેટ્રોલ ડીઝલ આપતા થયા છે જેથી તેમનો જથ્‍થો ખુટી ના જાય અને ટેંકર આવતા વાર લાગે તો પંપ બંધ કરી ના બેસવું પડે રોજ બાઇકથી કંપનીઓમાં જનારા કર્મચારીઓ પણ અત્‍યંત ઓછું પેટ્રોલ કયાંક મળતા મુશ્‍કેલીમાં મુકાયા છે. 

(1:32 PM IST)