તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 28th March 2026
મોરબીમાં રાજકીય ગરમાવોઃ કાંતિલાલ અમૃતિયા અને મોહનભાઇ કુંડારીયા વચ્ચે જંગ
આક્રમક નિવેદનો આપતા રાજકીય ખળભળાટ મચી ગયો

મોરબી, તા. ર૮: મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમળતિયાના અભિવાદન સમારોહમાં ભાજપનો આંતરિક જૂથવાદ વકર્યો છે. મોહન કુંડારીયા અને જિલ્લા પ્રમુખ જેવા દિગ્ગજોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. કાંતિ અમળતિયા અને જીતુભાઈ સોમાણીએ આક્રમક નિવેદનો આપી વિરોધીઓ અને વ્યાજખોરોને ચેતવણી આપી છે, જેનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કેન્સરના ગંભીર ઓપરેશન બાદ સ્વસ્થ થઈને પરત ફરેલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમળતિયાના અભિવાદન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા જેવા દિગ્ગજ નેતાઓની ગેરહાજરીએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
કાંતિલાલ અમળતિયાએ મંચ પરથી આકરા તેવરમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘રાજકારણમાં માત્ર લાંબી રેસના ઘોડા જ ટકશે, ફુગ્ગા જેવી લોકપ્રિયતા ધરાવતા લોકો નહીં.' આ નિવેદન સીધું જ પક્ષના વિરોધી જૂથ તરફ હોવાનું મનાય છે. તેમણે પક્ષમાં ચાલતા આંતરિક ખેંચતાણ પર કટાક્ષ કરતા કાર્યકરોને એકઠા થવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં વાંકાનેરના નેતા જીતુભાઈ સોમાણીએ પણ હાજરી આપી હતી અને સ્ટેજ પરથી વિરોધીઓ તથા વ્યાજખોરો સામે મોરચો માંડ્યો હતો. જીતુભાઈ સોમાણીએ ફિલ્મી અંદાજમાં કહ્યું કે, જમાના હમસે હૈ, હમ જમાને સે નહિ.ઙ્ખ તેમણે વધુમાં ઉમેર્યું કે મોરબીમાં વ્યાજખોરોનું હવે આવી બન્યું છે, ‘દાદાનું બુલડોઝર' ગમે ત્યારે તેમના પર ફરી વળશે.
જીતુભાઈ સોમાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, અગાઉના સમયમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં અવારનવાર કફર્યૂ લાગતા હતા, પરંતુ ભાજપના શાસનમાં શાંતિ છે. તેમણે દાવો કર્યો કે આગામી દિવસોમાં કોંગ્રેસનું નામનિશાન મટી જશે. જે લોકો એવું કહેતા હતા કે કાંતિલાલ હવે પાછા નહીં ફરે, તેમને જડબાતોડ જવાબ મળી ગયો છે.
જિલ્લા ભાજપ પ્રમુખની ગેરહાજરી અને જૂથવાદના આ ખુલ્લા પ્રદર્શને પ્રદેશ નેતાગીરી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. મોરબી ભાજપમાં બે ફાંટા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક તરફ કાંતિ અમળતિયાનું જૂથ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે, તો બીજી તરફ સંગઠનના મુખ્ય હોદ્દેદારો અંતર જાળવી રહ્યા છે. આ પરિસ્થિતિ આગામી ચૂંટણીમાં ભાજપના મતના ગણિતને બગાડી શકે છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ પક્ષ વિરોધી પ્રવળત્તિ કરવા બદલ જિલ્લા મહામંત્રી રમેશ ભૂભરીયાને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે. સોશિયલ મીડિયા પર પક્ષ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાના કારણે શિસ્તભંગ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
