<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પર્યાવરણ અને માતૃ ભાષાનું જતન કરજોઃ વ્‍યસન ત્‍યજી દેજોઃ પૂ.મોરારીબાપુ

કચ્‍છના માધાપરમાં ‘માનસ મુકુરાષ્‍ટક' શ્રી રામકથાનો કાલે વિરામ

 

રાજકોટ, તા., ૨૮ : માધાપર-કચ્‍છની ધરતી પર પ્રવાહીત થતી રામકથા ‘માનસ મુકુરાષ્‍ટક' સાતમા દિવસે (ગઇકાલે) પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ.મોરારીબાપુએ કહયું હતું કે મુકુ-દર્પણને કેન્‍દ્રસ્‍થ વિષય રાખીને, માનસના આધારે આપણે સંવાદ કરી રહયા છીએ તેમાં આગળ વધીએ આપણે જાતે તિલક કરવુ હોય તો દર્પણની જરૂર પડે છે કોઇ આપણને તિલક કરે તો દર્પણની જરૂર પડતી નથી. પણ ઘણા પ્રજ્ઞાચક્ષુ સાધુઓ પોતાને તિલક કરે તો એને દર્પણની જરૂર નથી પણ એ તિલક કરે છે તો ખુબ સરસ સુરેખ તિલક કરે છે. મેં ઘણા પ્રજ્ઞાચક્ષુ સાધુના તિલક જોયા છે. દર્પણ હોય પણ દ્રષ્‍ટિ ન હોય તો ? અને દર્પણ મલીન હોય તો ? બાપ, મન-બુધ્‍ધિ-ચિત-અહંકારના દર્પણ તુટી જાય તો અનંત સ્‍વરૂપના દર્શન થઇ શકે છે. આ દર્પણ શુધ્‍ધ કેમ થાય?

દર્પણ કયારેય કોઇ વસ્‍તુનો સંગ્રહ નથી કરતું. તમે દર્પણથી દુર હટી જાવ તો દર્પણ સ્‍પષ્‍ટ થઇ જાય છે કેમ કે એ કયારેય સંગ્રહ નથી કરતું.

આપણે સૌ આ પાંચ વસ્‍તુ કરીએ તો ફાયદો થશે. (૧) શકય હોય ત્‍યાં સુધી ભુમી શયન કરો. ધરતી પર સુવો. ધરતી ધીરજ સહન કરતા શિખવશે. અરીસામાં તિરાડ નહી પડે. (ર) સંયમ-વિવેક વાણીનો, વર્તનનો, વષાો, ભોજનનો વિવેક રાખવો. આપણા શાષાોમાં આ લખ્‍યું છે કે આપણે આ બધો વિવેક રાખીએ તો મનરૂપી દર્પણ શુધ્‍ધ થશે. ભોજનના પણ ત્રણ દોષ છે (૧) સ્‍વભાવ દોષ (ર) આશ્રય દોષ અને (૩) નિમિત દોષ

પૂ. મોરારીબાપુએ સૌ કથા પ્રેમીઓને マદયથી અપીલ કરતા સજળ નયને કહયું કે બાપ, પર્યાવરણનું જતન કરજો, ઘરમાં માતૃભાષા જ બોલજો. કોઇ વ્‍યસનો હોય તો ધીરે ધીરે છોડજો. કચ્‍છમાં મને લોકોએ કહયું છે કે, બાપુ હજી કયાંક કયાંક બલી ચડાવાય છે. એ બધુ બંધ કરજો, વિવેક રાખજો, ન ખાવા જેવુ હોય, ન પીવા જેવું હોય એવું ન ખાશો, ન પીશો. ફ્રિજમાં દહી, દુધ ભાખરી વગેરે હોય એમાં ઇંડા ન રાખશો.   મનોજ જોશી ‘મજો' રાજકોટ. મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦. (૪.૯)

રામકથામાં નિરંતર ધરતીનું અમૃત...

કચ્‍છના માધાપરની ધરતી માધવપુર બની છે અને મજાની વાત તો એ છે કે રામકથા ‘માનસ મુકુરાષ્‍ટક' માં આવતા કથા પ્રેમીઓ સૌ કોઇ નાના-મોટા-બાળકો-યુવાનો-ભાઇઓ-બહેનો-વૃધ્‍ધો જે કોઇ કથાશ્રવણમાં આવે એ પ્રેમી ભકતો માટે ધરતીનું અમૃત એટલે કે શેરડીનો રસ આપવામાં આવે છે. ઘરમાં કે શેરીઓમાં જેમ પાણીના નળ હોય છે અને પાણીની ટાંકી હોય છે એમ રામકથાના વિશાળ ડોમની સામે જ શેરડીના રસની ટાંકીઓ ભરવામાં આવે છે અને સૌ કથાપ્રેમીઓ નળ ખોલે એટલે શેરડીનો રસના ધોધ છૂટે છે !!!

સવારથી સાંજ સુધી નિરંતર આ શેરડીનો રસ પીરસવામાં આવે છે. ઉનાળાની ગરમીના દિવસોમાં કથાના મનોરથ પરિવારના નિમિત માત્ર ધીરેશભાઇ દ્વારા આ ‘રસ સેવા' માટે હજ્‍જારો શ્રોતાઓના મન પ્રસન્ન થઇ ચુકયા છે અને કથા પ્રેમીઓ મોજથી આ ધરતીનું અમૃત અખંડ પી રહયા છે. જેટલો રામકથામાં રસ છે એટલો જ રસ આ ધરતીના અમૃતમાંથી લોકો દરરોજ માણી રહયા છે.(૪.૯)

મેં પણ બે વખત નાટકમાં અભિનય કર્યો'તો

રાજકોટઃ પૂ. મોરારીબાપુએ શ્રી રામકથામાં કાલે વિશ્વ રંગભૂમિ દિવસની શુભકામનાઓ આપી અને ભૂતકાળને સ્‍મરણ કરતાં કહયું કે - મેં બે વખત નાટકમાં કામ કર્યુ છે. પ્રાથમિક શાળામાં હતો ત્‍યારે અને એક વખત હાઇસ્‍કૃલ (મહુવામાં) માં હતો ત્‍યારે ‘જુની આંખે નવું' નાટકમાં અભિનય કર્યો હતો.

(3:44 PM IST)