<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ઉનાના નેસડામાં ૧ર વિઘા જમીન પચાવી પાડવાના ઇરાદે પિતરાઇ ભાઇઓના હાથે બહેનની હત્‍યા

અગિ્ન સંસ્‍કારવિધિ થયા બાદ ઘટસ્‍ફોટઃ પ્રેમીએ શંકા વ્‍યકત કરતા ફરીયાદ થઇ'તી

ગીર સોમનાથ, તા., ર૮ :ગીર સોમનાથના ઉના તાલુકાના નેસડા ગામે એક યુવતીના શંકાસ્‍પદ મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. થોડા દિવસો પહેલા યુવતીનું મળત્‍યુ થયું હતું અને તેના સગાઓએ ઉતાવળમાં અંતિમ સંસ્‍કાર પણ કરી દીધા હતા. જોકે, આ મોત પાછળ કોઈ ઊંડું કાવતરું હોવાની શંકા જાગતા હવે ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ૧૨ વીઘા જમીન પચાવી પાડવાના ઈરાદે પિતરાઈ ભાઈઓએ જ પોતાની બહેનની હત્‍યા કરી હોવાનો ગંભીર આક્ષેપ થતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

નેસડા ગામની યુવતીનું મોત નીપજ્‍યા બાદ તેના પરિવારજનો અને સગાઓએ કોઈપણ પોલીસ જાણ કર્યા વગર તત્‍કાળ અંતિમ સંસ્‍કાર કરી દીધા હતા. સામાન્‍ય રીતે કુદરતી મોત હોય તો પણ ગ્રામીણ વિસ્‍તારોમાં રિવાજ મુજબ વિધિ થતી હોય છે, પરંતુ અહીં જે રીતે ઉતાવળમાં અગ્નિદાહ આપવામાં આવ્‍યો, તેનાથી ગામમાં અને મળતક યુવતીના નજીકના લોકોમાં શંકાના બીજ રોપાયા હતા. આ ઉતાવળ જ હવે પિતરાઈ ભાઈઓ માટે મુસીબત બની છે.

મળતક યુવતી કમનસીબે માતા-પિતા વિહોણી હતી, પરંતુ તેના નામે વારસામાં મળેલી અંદાજે ૧૨ વીઘા જેટલી કિંમતી જમીન હતી. પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે આ જમીન હડપી લેવાના બદઈરાદે તેના જ સગા પિતરાઈ ભાઈઓએ આ ઘાતકી ખેલ ખેલ્‍યો છે. માતા-પિતાની છત્રછાયા વગરની બહેનની રક્ષા કરવાને બદલે જમીનની લાલચમાં તેની હત્‍યા કરવામાં આવી હોવાની આશંકાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.

આ સમગ્ર મામલે વળાંક ત્‍યારે આવ્‍યો જ્‍યારે મળતક યુવતીના ઙ્કેમીએ પોલીસ સમક્ષ જઈને પોતાની શંકા વ્‍યક્‍ત કરી. ઙ્કેમીના જણાવ્‍યા અનુસાર, યુવતીનું મોત કુદરતી નથી પણ તેની હત્‍યા કરવામાં આવી છે. આ શંકાના આધારે ઉના પોલીસે મળતક યુવતીના બે પિતરાઈ ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જમીન પચાવી પાડવા માટે કરવામાં આવેલા આ કથિત કાવતરાના મૂળ સુધી પહોંચવા પોલીસ હવે કાયદાકીય પુરાવા એકત્ર કરી રહી છે.

યુવતીના અંતિમ સંસ્‍કાર થઈ ચૂકયા હોવાથી મેડિકલ પુરાવા મેળવવા પોલીસ માટે પડકારજનક છે, તેમ છતાં ઉના પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. પિતરાઈ ભાઈઓની પૂછપરછ અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જમીન દસ્‍તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે કે શું તાજેતરમાં કોઈ હેરફેરનો ઙ્કયાસ થયો હતો કે કેમ. પોલીસ તપાસમાં જે સત્‍ય બહાર આવશે તે જોવું મહત્‍વનું રહેશે.

(5:30 PM IST)