<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

અમરેલીના ખાંભા અને ગીરના ગામડાઓના વાતાવરણમાં પલટો: જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં વરસાદી ઝાપટાં

કેરી, તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ: ધરતીપુત્રોમાં ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા

અમરેલીઃ અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે, ખાંભા અને ગીરના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ કમોસમી વરસાદ વરસ્યો. જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડતા કેરી, તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. ધરતીપુત્રોમાં ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે.

 

(6:16 PM IST)