હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધોરાજીમાં કોળી યુવાન પર થયેલ ખૂની હુમલાની ઘટના હત્યામાં ફેરવાઈ:સારવાર દરમિયાન કોળી યુવકનું મોત
કોળી સમાજના 200થી વધુ લોકોએ રેલી કાઢી હત્યામાં સામેલ તમામ આરોપીઓ સામે કડક પગલાં ભરવા કરી માંગ :પોલીસ કાર્યવાહી નહીં કરે તો ગુજરાત લેવલે આંદોલન થવાની ચીમકી ઉચારી:પોલીસે બંને આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા

( કિશોર રાઠોડ દ્વારા ) ધોરાજીઃ ધોરાજીમાં શનિવારે રાત્રિના સમયે ધોરાજી જામકંડોરણા ચોકડી પાસે આવેલ ગણેશ પરા આઈટીઆઈ સામે સર્વિસ રોડ પર કોળી યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો થયેલ જે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા હુમલા નો બનાવ હત્યામાં ફેરવાયો છે.
ગુજરાત સરકારે રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખૂબજ કડક બને અને ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી થાય તે માટે રાજ્યના ગ્રહ વિભાગે રાજકોટ રેન્જ આઈ જી ના વડા તરીકે નિલિપ્ત રાઈ ને નિમણૂક કરતા સમગ્ર રાજકોટ રેન્જના તમામ જિલ્લામાં ફફડાટ છવાઈ ગયો હતો. પરંતુ ધોરાજીમાં જાણે ગુનેગારો ને કોઈ ડર નથી એ પ્રકારે આંગડિયા પેઢીના સંચાલકો ખુલ્લેઆમ હથિયારો લઈને નિર્દોષ કોળી યુવાનો પર હત્યારોના ઘા મારીને હત્યા નીપજાવતા સમગ્ર કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઉપરોક્ત ઘટનામાં વધુ આરોપી હોવા છતાં પોલીસે માત્ર બે આરોપી સામે ગુનો નોંધતા કોળી સમાજના લોકોએ રેલી યોજીને ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ સામે રોજ પ્રગટ કરીને રજૂઆત કરી હતી અને પોલીસ રાજકીય દબાણ વિના તટસ્થ તપાસ કરે તેવી માંગણી કરી હતી
હત્યાના મામલે ધોરાજી ખાતે કોળી સમાજના ભાઈઓ એકત્રિત થઈ રેલી સ્વરૂપે ધોરાજી પોલીસ વિભાગીય કચેરી ખાતે પહોંચી મૌખિક અને આવેદનપત્ર આપી હત્યામાં સામેલ તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવા માગણી ઉચ્ચારી હતી. અને કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હત્યામાં જેટલા ઈસમો ની સંડોવણી હોય એ તમામની સામે કાર્યવાહી કરવા તેમજ આરોપીઓનું વરઘોડો કાઢવા માગણી ઉચ્ચારી હતી. પોલીસે દાખલ કરેલ ફરિયાદમાં ગુનેગારોના નામ અને કુલ આરોપીઓ મામલે યોગ્ય કાર્યવાહી કરવા ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ સમક્ષ માગણી કરાઈ હતી.
ત્યારે ધોરાજી પોલીસ વિભાગના અધિકારી સિમરન ભારદ્વાજ એ તમામ આરોપીઓ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થશે તેવું રજૂઆત કરતાઓને આશ્વાસન આપ્યું હતું
અને બે આરોપીઓ સામે હત્યા અંગેની કલમો નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ધોરાજી પોલીસ ને મૃતકના કાકા પરેશભાઈ બારૈયા એ ફરિયાદ આપી હતી જે ફરિયાદમાં જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી ની પેઢી ધરાવતા હોય ત્યારે વેપારીઓને પૈસા ની લેવડદેવડ કરવા માટે પીઆર આંગડિયા માં વેપારીને ચાર લાખ આપવાના હતા જે આંગળીયા પેઢી આપેલા હતા તે પૈકીની અમુક રકમ બાકી હોય જેને લઇ પીઆર આંગડિયાના ભગીરથસિંહ જેઠવા પૈસાની ઉઘરાણી બાબતે માર્કેટિંગ યાર્ડ પેઢી ખાતે આવેલ અને ત્યાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસાની ચુકવણી કરી આપવા જણાવ્યું હતું ત્યારબાદ ફરી સાંજના સમયે આરોપીના ફોન આવેલ અને મારા દીકરા વિવેક અને પેઢીમાં અન્ય કનુભાઈને ધમકી આપેલ અને ધોરાજી આઈટીઆઈ પાસે બોલાવેલ જેથી મારો પુત્ર વિવેક ભત્રીજો હિમાલય અને કુટુંબી ભાઈ કેશુભાઈ ત્યાં પહોંચ્યા હતા જ્યાં ભગીરથસિંહ જેઠવા રહેવાસી પોરબંદર અને મહિપતસિંહ જેઠવા રહેવાસી પોરબંદર બંને લોકોએ મારા પુત્રને લાકડી વડે માર મારી બ્રેઝા ગાડીમાં તેમના હસ્તક રહેલ કુહાડી કાઢી ભત્રીજા હિમાલયના ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારતા તે તે ઘટના સ્થળે પડી ગયેલ જ્યારે બાકીના કુટુંબીજનોને ઇજા થવા પામી હતી આ દરમિયાન ફરિયાદી ત્યાં પહોંચતા ચાર જેટલા ઈસમો ત્યાં ગાડી છોડી નાસી ગયા હતા.
ઇજાગ્રસ્ત ભત્રીજા હિમાલય હરેશભાઈ બારૈયા ને પ્રથમ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી જુનાગઢ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ધોરાજી પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી પોરબંદરના રહીશ અને પી.આર.આંગડિયા ના ભગીરથ સિંહ જેઠવા અને મહિપતસિંહ જેઠવા બંને સામે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી. ફરિયાદીએ જણાવ્યા મુજબ આરોપી ભગીરથસિંહ જેઠવા એ કુહાડી દ્વારા હુમલો કર્યો હતો અને આરોપી મહિપતસિંહ એ લાકડીઓ વડે ઇજા પહોંચાડી હતી તેમ જણાવ્યું હતું.
આ સમયે ધોરાજી કોળી સમાજ દ્વારા યોજેલ આંબેડકર ચોકથી રેલી દ્વારા ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ ને રજૂઆત કરવા માટે 200 થી વધારે સમાજના આગેવાનો અને યુવાનો ગયા હતા જેમાં રાજકોટ જિલ્લા કોળી સમાજના પ્રમુખ વિજયભાઈ ચૌહાણ એ પોતાની વેદના ઠાલવતા જણાવેલ કે અમારા કોળી સમાજના યુવાનોને જ ટાર્ગેટ ગુજરાતમાં બનાવવામાં આવે છે પરંતુ સમાજ જાગૃત બન્યો છે અને ધોરાજીમાં નિર્દોષ અમારા સમાજના યુવાનને મારી નાખવામાં આવ્યો છે અને પોલીસે જે સંભળાવાયેલા તમામ આરોપી સામે કામ કરવું જોઈએ એની બદલે માત્ર બે જ આરોપીની ધરપકડ કરી છે એ યોગ્ય નથી અમારી માંગણી છે કે તમામ જવાબદાર આરોપીઓની ધરપકડ થાય અને એનો વરઘોડો કાઢવામાં આવે જો આ બાબતે પોલીસ કાર્યવાહી નહીં કરે તો ગુજરાત લેવલે તરણા કરવામાં આવશે અને જલદ આંદોલન ઉપાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી
ધોરાજી કોળી સમાજના યુવકનું હત્યામાં મૃત્યુ નીપજતા કોળી સમાજમાં ભારે આક્રોશ અને શોકની લાગણી વ્યાપી જવા પામી છે.(તસવીર:- કિશોરભાઈ રાઠોડ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
