<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

બોટાદના બરવાળા પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો:કમોસમી વરસાદ ખાબક્યો :જિલ્લામાં ઠંડક પ્રસરી.

કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો :કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ

બોટાદ જિલ્લાના બરવાળા શહેર અને તાલુકા પંથક સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે.  

કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

ચૈત્ર મહિનામાં અષાઢી જેવો માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે,

 

(11:11 PM IST)