<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

કાલાવડની કિંમતી જમીન અંગેનાં દાવામાં પ્રતિવાદીની કોર્ટ ટ્રાન્સફરની અરજી રદ કરતી અદાલત

કોર્ટ કાર્યવાહી ના વહીવટમાં આવી અરજીઓથી ન્યાયીક પ્રક્રિયા સુગમતાથી ચાલી ન શકે. તેમ ઠરાવી ટ્રાન્સફર કરવા માટે કોઈ કારણ ન હોવાનું માની અરજી રદ કરી

જામનગર : જામનગર જિલ્લા ના કાલાવડમાં આવેલી અતિ કિંમતી જમીન અંગેનાં દાવામાં પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલી કોર્ટ ટ્રાન્સફર કરવાની અરજી  અદાલત દ્વારા રદ કરવામાં આવી છે.

આ કેસની હકીકત એવી છે કે છેલ્લા વીલની હકીકત છુપાવી ગુજ.દિલીપ દવેનાં વારસદાર કેયુર દવેએ ખોટી રજુઆત કરી સીટી સર્વે કાલાવડમાં વારસાઈ કરાવી અને તેના આધારે જમીન ટ્રાન્સફર-બીજાને વેંચી દેવા અને પોતે એકલા માલીક હોય તે રીતની રજુઆતો કરી બીજાને વેંચાણ કરી દેવાની તજવીજ કરતાં ડાયાલાલ ઉર્ફે હસમુખ ઉદેશીએ જામનગરની સીવીલ કોર્ટમાં કાયમી મનાઈહુકમનો દાવો કરવામાં આવ્યો હતો.
 જે કોર્ટમાં દાવો ચાલે છે, ત્યાંથી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરાવવા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. આ અરજીમાં વજુદ વગરનાં કારણો રજુ કરી પ્રતિવાદી-પોતાને દાવા અરજીની નકલ નથી મળી, અને ટ્રાયલ કોર્ટમાં જવાબ રજુ ન થતાં પ્રતિવાદી પાસેથી દાવાવાળી જમીન અન્યને ટ્રાન્સફર ન કરે તેવું અન્ડરટેંકીગ લીધું હતું.
 તેથી તે કોર્ટ સામે પોતાને ન્યાય નહી મળે, તેવા કારણસર ટ્રાન્સફર અરજીમાં આક્ષેપો કર્યા હતા, પરંતુ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા આ ખોટા આક્ષેપો કરેલા હોવાનું ઠરાવીને કોઈ ખાસ કારણ વિના એક કોર્ટ માંથી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે તો કોર્ટની ન્યાયીક પ્રક્રિયા અંગે સમાજમાં ખોટો સંદેશો પ્હોચે, ટ્રાન્સફર અરજી હળવાશથી ન લેવી જોઈએ નહી તો કોર્ટ કાર્યવાહી ના વહીવટમાં આવી અરજીઓથી ન્યાયીક પ્રક્રિયા સુગમતાથી ચાલી ન શકે. તેમ ઠરાવી ટ્રાન્સફર કરવા માટે કોઈ કારણ ન હોવાનું માની અરજી રદ કરી છે.
આ કેશમાં વાદીનાં વકીલ તરીકે હિતેન ભટ્ટ, હેમાંશુ સોલંકી,  ધમેન્દ્ર ઠાકર, કૌશિક પરમાર તથા સમર્થ ભટ્ટ રોકાયા હતા.

(11:35 PM IST)