<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

રાજકોટ મોરબી રોડ ઉપર બેડી ચોકડીએ ચિકાર ટ્રાફિક જામઃ માર્કેટ યાર્ડ સુધી વાહનોની લાંબી લાઈનો

ટંકારાઃ રાજકોટ મોરબી રોડ ઉપર રાજકોટની ભાગોળે રાજકોટ-બેડી ચોકડીએ ચિકાર ટ્રાફિક જામ આજે સવારે સર્જાયો હતો.માર્કેટ યાર્ડ સુધી લાંબો લચક ટ્રાફિક જામ જોવા મળ્‍યો હતો. રાજકોટ જતા લોકોને વૈકલ્‍પિક રસ્‍તો લેવો પડ્‍યો હતો.આજે સવારે ૦૯:૦૫ વાગ્‍યે રાજકોટ બેડી બાયપાસ ઉપર ટ્રાફિક જામ છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. (તસવીર- અહેવાલઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા) 

(11:37 AM IST)