<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ૧૬ વિષયોમાં ૩૨ અધ્યાપકોની નિમણૂક

સ્થાપના કાળથી અત્યાર સુધીની સૌથી મોટી ભરતી, યુનિવર્સિટીને મળ્યા નવા ૩૨ પ્રોફેસરો

ભુજ: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી (KSKVKU) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના સ્થાપના કાળથી અત્યાર સુધી ક્યારેય ન થઈ હોય તેવી સૌથી મોટી અને એકસાથે ૩૨ અધ્યાપકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયેલ નિર્ણય અને માનનીય કુલપતિશ્રીની મંજૂરી બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે.

કુલ ૧૬ જેટલા વિવિધ વિષયોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે રેગ્યુલર ટીચિંગ પોસ્ટ (પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર) ની નિમણૂકની યાદી જાહેર કરવામાં આવી છે. 

તમામ પસંદગી પામેલા ઉમેદવારોને તેમના સત્તાવાર ઈમેલ એડ્રેસ પર યુનિવર્સિટી દ્વારા નિમણૂક પત્રો મોકલી દેવામાં આવ્યા છે.

પસંદગી પામેલા ૩૨ ઉમેદવારોની સંપૂર્ણ યાદી વિષયવાર નીચે મુજબ છે:

 * ગુજરાતી: ડૉ. તીર્થંકરદાન રતુદાન રોહડિયા (પ્રોફેસર), ડૉ. ગોર ચેતનાબેન પ્રવીણચંદ્ર (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. અમિતકુમાર રામજીભાઈ ગામી (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. રાઠોડ જીગ્નેશકુમાર મનોજભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * મનોવિજ્ઞાન: ડૉ. અલ્પેશકુમાર બાલાભાઈ કોતર (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. ગામીત મનોજભાઈ મંગાભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * સમાજશાસ્ત્ર: ડૉ. શાહ લિપાબેન વસંતભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * સોશિયલ વર્ક: ડૉ. મેહુલકુમાર હિતેશભાઈ રબારી (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. જીગ્નેશ ભીમજીભાઈ તાલા (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. અશ્વિનકુમાર અરવિંદભાઈ પટેલ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * પબ્લિક એડમિનિસ્ટ્રેશન: ડૉ. જાગૃતિ કાંતિભાઈ પંડ્યા (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * કાયદો (Law): ડૉ. જાડેજા પૃથ્વીરાજસિંહ મનુભા (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. કથડ દિલીપકુમાર મોહનભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * ઇતિહાસ: ડૉ. છાંગા નંદલાલ નારણ (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. રામાનંદી ત્રિકાલરામ હિમ્મતરામ (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. શ્રીમાળી વૈદેહી પંકજ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * સંસ્કૃત: ડૉ. પ્રજાપતિ મહેન્દ્રભાઈ ગણેશભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * શિક્ષણ (Education): ડૉ. ચાવડા દીપકકુમાર ભાલાભાઈ (એસોસિએટ પ્રોફેસર), ડૉ. પુરોહિત અસિત રમેશચંદ્ર (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * અંગ્રેજી: ડૉ. ગોસાઈ મનીષા કિશોરગિરિ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * અર્થશાસ્ત્ર: ડૉ. નાથાણી રીનાબેન જેરામ (આસિસ્ટન્ટ પ્રોફેસર), શ્રી વળવી અમિતભાઈ અમરસિંગભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. પુનિતકુમાર વેણીલાલ થાનકી (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * કોમર્સ: ડૉ. આયર કનીષાબેન વસંતભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. દેસાઈ રૂપલ કેતન (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * કમ્પ્યુટર સાયન્સ: ડૉ. ઠક્કર ચિંતન ભૂપેશભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર), શ્રી મહેશ્વરી ભાવેશભાઈ રમેશભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. મુલાણી મહેશકુમાર દેવચંદભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * રસાયણશાસ્ત્ર: ડૉ. ચોપડા લાખા વેજા (એસોસિએટ પ્રોફેસર), ડૉ. ભટ્ટ મલય જયંતકુમાર (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * ભૂસ્તરશાસ્ત્ર: શ્રી પરમાર ચિરાગ ગણપતભાઈ (આસિસ્ટન્ટ પ્રોફેસર).

 * પર્યાવરણ વિજ્ઞાન: ડૉ. દીક્ષિત ધારા ચંદ્રશંકર (આસિસ્ટન્ટ પ્રોફેસર)

(9:45 AM IST)