News of Monday, 30th March 2026
આવતા ચોમાસામાં અલનીનો તરફી વાતાવરણની અસર વર્તાશેઃ નીતેશ વડાલીયા
ચોમાસાને અસર કરતા પરિબળો

એલ નીનો એટલે ચોમાસા માટે એક નબળુ પરિબળ...આ વર્ષ દરમિયાન પヘમિ પેસેફિક મહાસાગર માં આવેલ નિનો રિજીયન વિસ્તારમાં સી.સરફેસ ટેમ્પ્રેચર એટલે કે sst તફાવત ૦.૦5 કે તેથી વધુ તાપમાન જાય તો ઓગષ્ટ ૨૦૨૬ આખરમાં અલ નીનો ઉદભવવાના પ્રથમ ચરણની શરૂઆત થાય..
અમેરિકન એજેન્સી ણૂષ્ટણૂ ના માપદંડ પ્રમાણે સતત ૫ ત્રિમાસિક ગાળા દરમિયાન પヘમિ પેસિફિક મહાસાગર માં આવેલ નિનો રીજીયન માં + ૦.૦૫ કે તેથી વધુ s.s.t નોંધાય ત્યારે વિધિવત અલનીનો જાહેર થાય...
એલ નિનોની અસરથી ઘણી વાર નોર્મલ વરસાદ ક્યારેક નોર્મલ થી વધુ વરસાદ તો ક્યારેક નોર્મલથી ઘણો ઓછો વરસાદ નોંધાયેલ છે..
એલ નિનો પરિબળ સક્રિય હોવા છતાં દેશ લેવલે અને ગુજરાત લેવલે તેની અસર એક ધારી રહી નથી...
તેને સમજવા માટે ચોમાસાને અસર કરતા બીજા પરિબળોની સ્થિતિ સુ છે તે સમજવી જરૂરી છે.
PDO (Pacific Decadal Oscillation) એ પ્રશાંત મહાસાગર (Pacific Ocean) ના તાપમાનમાં આવતો એક લાંબાગાળાનો ફેરફાર છે. તે અલ-નીનો જેવું જ છે, પણ મુખ્ય તફાવત એ છે કે અલ-નીનો દર ૨ થી ૭ વર્ષે બદલાય છે, જ્યારે PDO ના એક ફેઝ (Phase) ની અસર ૨૦ થી ૩૦ વર્ષ સુધી રહી શકે છે.
પોઝિટિવ (Warm) ફેઝઃ જ્યારે ઉત્તર પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ હોય. આ ફેઝ સામાન્ય રીતે ભારતીય ચોમાસા માટે નબળો ગણાય છે.
નેગેટિવ (Cool) ફેઝઃ જ્યારે પાણી ઠંડું હોય. આ સ્થિતિ ભારતીય ચોમાસાને મદદરૂપ થઈ શકે છે.
PDO ની ભૂમિકાઃ જો PDO હાલમાં તેના નેગેટિવ (Cool) ફેઝમાં હોય, તો તે ચોમાસાના પવનોને શક્તિ આપે છે. પરંતુ, PDO એ લાંબાગાળાનું પરિબળ હોવાથી તે એક જ સીઝનમાં તાત્કાલિક મોટો ફેરફાર કરવાને બદલે દાયકાઓની પેટર્ન નક્કી કરે છે. જો PDO અને IOD બંને સાથ આપે, સાથે સાથે mjo એટલેકે MaddenJulian oscillation ની ચાલ પોઝીટીવ અને મજબૂત રહે તો અલ-નીનોની અસર નહિવત થઈ શકે છે..ચોમાસા ને અસર કરતા આ પરિબળો સિવાય અન્ય ત્રણ પરિબળો પણ જોવામાં આવે છે.
આમ જોવા જઈએ તો અમેરિકન એજન્સી મુજબ ઓગસ્ટ માસ ના આખર માં પ્રથમ ત્રિમાસિક ચરણ પૂરું થાય..આવી રીતે સતત પાંચ મહિના સુધી પヘમિ પેસેફિક નિનો રીજિયન માં + ૦.૦૫ કે વધુ sst નોંધાય ત્યારે વિધિવત એલ નિનો જાહેર થાય.
ટૂંકમાં હાલ ની વિશ્વ લેવલે સામુદ્રિક સ્થિતિ મુજબ ટૂંકો સારઃ અંદાજે નવેમ્બર કે ડિસેમ્બર ૨૦૨૬ના આખરમાં વિધિવલ એલ નિનો જાહેર થાય.ત્યાં આપણું ચોમાસુ પૂરું થઈ ગયું હશે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
