News of Monday, 30th March 2026
અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ખંભાળિયામાં નવનિર્મિત નાયબ વન સંરક્ષકની કચેરી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસનું લોકાર્પણ
મંત્રી દ્વારા ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરાયું

(કૌશલ સવસાણી દ્વારા) ખંભાળિયા, તા.૩૦: રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ખંભાળિયા ખાતે રૂ.૧૩૮.૭૨ લાખના ખર્ચે નવનિર્મિત નાયબ વન સંરક્ષણની કચેરી,સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા તથા રૂ.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત રેન્જ ફોરેસ્ટ ઓફિસ, સામાજિક વનીકરણ વિભાગ, ખંભાળિયાની કચેરીનું લોકાર્પણ કર્યું હતું.
ઉપરાંત, ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે ૧ હેક્ટરમાં નવનિર્મિત વન કવચનું પણ લોકાર્પણ કર્યું હતું. જેમાં લીમડો, વડ, પીપળ, આમલી, આમળા, કરંજ, ચરલ, વાંસ, આસોપાલવ, ગરમાળો, સીસુ, સરગવો, બિલ્લી, સેતુર, કરમદા, કેતકી, પારિજાત, મહેંદી સહિતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત, મંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા, સામાજિક વનીકરણ વર્તુળ રાજકોટના વન સંરક્ષક આર. સેન્થીલકુમારન, મરીન નેશનલ પાર્ક વર્તુળ, જામનગરના મુખ્ય વન સંરક્ષક એસ. મનીશ્વર રાજા, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત સ્થાનિક અગ્રણીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
