<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ભાણવડના મેવાસા ગામે થયેલ લૂંટનો પાંચ વર્ષથી ફરાર પરપ્રાંતિય આરોપી ઝડપાયો

 

ખંભાળીયા તા.૩: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ રાજકોટ વિભાગના ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જેમાં આવા આરોપીઓને ઇનામી તરીકે જાહેર કરી સમગ્ર વિભાગમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપવામાં આવેલ ખાસ સુચના આધારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા  દ્વારા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.જે.સરવૈયાને માર્ગદર્શન પુરૂ પાડેલ જે આધારે પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી એલ.સી.બી. ટીમ સાથે ઉકત ગુનો તથા મિલ્કત વિરૂધ્ધના અન્ય ગુના શોધી કાઢવા સબબ ટેકનીકલ તેમજ હયુમન સોર્શિસથી કાર્યરત હતા.

દરમ્યાન જિલ્લા કક્ષાએથી પો.સ.ઈ. આર.એલ.ચોપડા તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. મસરીભાઇ ભીખાભાઇ ભારવાડીયા, જેસલસિંહ ગુલાબસિંહ જાડેજા તથા હે.કો. લાખાભાઇ મેરામણભાઇ પીંડારીયા, કુલદિપસિંહ વનરાજસિંહ જાડેજા, જેઠાભાઇ સોમાભાઇ પરમાર નાઓની ટીમ તૈયાર કરી ભાણવડ પોલીસ સ્ટેશનના મેવાસાગામની લુંટ જેવા ગંભીર ગુનાના કામે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢવા રવાના કરવામાં આવેલ.

જેઓ દ્વારા કરવામાં આવેલ વર્કઆઉટના ફલસ્વરૂપ હ્યુમન તેમજ ટેકનીકલ સોર્સીસના ઉપયોગથી મળેલ હકિકત આધારે ખંભાળીયા-દ્વારકા હાઇવે, કુવાડીયા પાટીયા નજીકથી શકમંદ હાલતના મોટરસાયકલ સાથે કમલેસ ઉર્ફે કમો સ/ઓ સવલસીંગ ભંગળાસીંગ મીનાવા જાતે-ભીલ ધંધો- ખેત મજુરી રહે.મુળ કાકડકુવા ગામ, ચોકી દારીયા ફળીયુ તા. ટાંડા જી,ધાર થાણા-ટાંડા રાજ્ય મધ્યપ્રદેશ હાલ રહે.ટુપણી ગામ, હમીરભાઇ આંબલીયાની વાડીમાં તા.દ્વારકાને ઝડપી લીધો હતો

(10:54 AM IST)