<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

લોધીકા - ચાંદલી - આણંદપરના રોડનું કામ ચાલુ ન થતા રજૂઆત

તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ કમાણી, કિશાન મોરચાના ઉપપ્રમુખ કિશોર પીપળીયાની માંગણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૩૦: રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકા મથકથી ચાંદલી આણંદપર રોડ જે રાજકોટ અને જામનગર રોડને જોડતો એક માત્ર રસ્‍તો છે જેના કામની  મંજુરી છ માસથી મળી ગયેલ હોય આ કામ હજુ સુધી શરૂ કરવામાં આવેલ ન હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને મેટોડા જીઆઇડીસી ઉદ્યોગીક વિસ્‍તાર પીપરડી નવી જીઆઇડીસી સ્‍થાપવા આવેલ હોય તેમજ છાપરા પ્રાઇવેટ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટ ઝોન હોય શ્રમીકો  ઉદ્યોગકારોને તાલુકા તાલુકા મથકે જવા આવવા માટે એક માત્ર આ રસ્‍તો હોય તે ખુબ ભંગાર હાલતમાં હોય આઠ માસ થી કામ મંજૂર થયેલ હોય કામ શરૂ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહેલ છે.

તેમજ તા.૨૭/૩ના કામ ચાલુ કરવાના બદલે પેચ કામ શરુ કરેલ હોય લોધીકા તાલુકા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ કિશોરભાઈ પીપળીયા કામ ઉપર જઇને  કામ ની માહિતી લેતા પેચ કામ થતું હોય જે યોગ્‍ય ન લાગતાં બંધ કરાવેલ

 કામ વિશેની માહિતી  માટે   ક્‍લાસિક નેટવર્ક  એજન્‍સી ને પત્રકારે ટેલીફોનીક સંપર્ક કરતાં એજન્‍સી એ જણાવેલ કે  એક અઠવાડિયામા કામ   ચાલુ કરીશું પેચ કામ તો  સેવા છે .

તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કમાણીના  જણાવ્‍યા મુજબ કામ ચાલુ કરવા માટે રાજકોટ સાંસદ સભ્‍ય પરસોતમભાઈ રૂપાલા ને પણ લેખીત જાણ કરેલ છે  એજન્‍સી ને આર એન્‍ડ બી કચેરી દ્વારા કામ ચાલુ કરવા માટે બે નોટિસો પણ આપવામાં આવેલ છે તેમજ છતાં પણ એજન્‍સી કામ શરૂ ન કરતી હોય તાલુકાની જનતામા રોષ જોવા મળી રહેલ છે. વાહનચાલકો મુશ્‍કેલી વેઠી રહેલ છે.

(10:55 AM IST)