તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 30th March 2026
માવઠાની આગાહી વચ્ચે વરસ્યો હળવો વરસાદઃ ઉકળાટ યથાવત
ઠંડા પવન સાથે રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડકઃ બપોરે ઉનાળાની અસર વધુ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે જામનગર અને અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ઝાપટારૂપે વરસાદ પડયો હતો.
જયારે આજે પણ માવઠાની આગાહી યથાવત છે. અને આવા વાતાવરણ વચ્ચે સવારે ઠંડા પવન સાથે સામાન્ય ઠંડક અને બપોરે ઉકળાટ અનુભવાય છે.
અમરેલી જિલ્લામાં હવામામન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ખાંભા અને ગીરના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.હવામામન વિભાગની આગાહી બાદ કમોસમી વરસાદ વરસ્યો જીકયાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં વરસાદી ઝાપટા પડતા કેરી, તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીમિ સેવાઇ છે. ધરતીપુત્રોમાં ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
