તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
દ્વારકાના ભીમરાણામાં કાલે આઇશ્રી મોગલધામમાં મહાયજ્ઞ, ધ્વજારોહણ, ખાતુમુહૂર્ત, લોકડાયરો
કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, હરેશભાઇ સુરૂ, સાગરદાન ગઢવી, પરેશદાન ગઢવી, રમઝટ બોલાવશે

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા. ૩૦ : ભીમરાણા મોગલધામ ખાતે આગામી ૩૧મી માર્ચ ૨૦૨૬ ના રોજ ચૈત્ર સુદ તેરસ ની ભવ્યાતિભય ઉજવણી કરાશે
ઓખામંડળ તાલુકા ના મીઠાપુર નજીક ભીમરાણા સ્થિત મોગલધામ ખાતે આગામી ચૈત્ર સુદ તેરસ ના રોજ અનેક ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સવારે ૯ કલાકે દેવી મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે નૂતન ધ્વજારોહણ કરાશે. સવારે ૧૦.૩૦ કલાકે યાત્રિકો ની સુવિધા માટે યાત્રિક ભવન, સત્સંગ કથા હોલ તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર ની ખાત મુર્હૂત વિધી કરવામાં આવશે. અને રાત્રે ૯ કલાકે લોક ડાયરો કે જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, હરેશભાઈ સુરૂ, સાગરદન ગઢવી તેમજ પરેશદાન ગઢવી જેવા પ્રખ્યાત કલાકારો પોતાની આગવી શૈલી માં માં મોગલ ના ગુણગાન પ્રસ્તુત કરશે.
વધુ માહિતી માટે સામતભા ગોકળભા ઘાંઘણીયા ઉપપ્રમુખ મુ. કંડાયયપુરા મો. ૯૯૭૯પ૪૧પ૧પ, રામદાન નારણદાન ગઢવી મંત્રીશ્રી -મું. ગાંધીનગર મો. ૯૮રપ૮ પ૦૯૯ર, દેવુભા રણજીતસિંહ વાઢેર ખજાનચી- મુ. ભીમરાણા મો. ૯૯૯૮૮૮૬૮૦૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
ભાવિકોને લાભ લેવા પ.પૂ. બ્રહ્મલીન મહંતશ્રી ઘનશ્યામગીરીબાપુ ગુરૂ ભુવનેશ્વરગીરીનાં આર્શિવાદથી પ.પૂ. જયાબા ગુરૂ ઘનશયમગીરીબાપુ આઇ શ્રી મોગલધામ મંદિર ટ્રસ્ટ, ભીમરાણા (આદ્યસ્થાન ઓખામંડળ) મુ. ભીમરાણા, વાયા-મીઠાપુર, તા. જી. દેવભૂમિ દ્વારકા, મો. ૯૮રપ૩ ૯૪૪૪૧ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
