<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ઉપલેટામાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં મોટી સંખ્‍યામાં મેદની ઉમટી પડી

 

(જગદીશ રાઠોડ દ્વારા)  ઉપલેટા, તા., ૩૦ :  ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અહીંના ગાંધી ચોકમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્‍યામાં મેદની ઉમટી પડી હતી આ સભાને પૂર્વ ધારાસભ્‍ય ઋત્‍વિક મકવાણા ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી કિસાન મોરચાના પાલભાઈ આંબલીયા પૂર્વ ધારાસભ્‍ય લલિતભાઈ વસોયા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા મનીષાબા વાળા  અને ભુપેન્‍દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સંબોધીને સરકાર ઉપર વિવિધ બાબતે રોષ ઠાલવી વર્તમાન કેન્‍દ્ર અને રાજ્‍યની ભાજપ સરકારને ખેડૂતો ગરીબો વિરોધી સરકાર ગણાવી હતી. અને આ સરકારમાં દેશના કરોડો યુવાનો બેરોજગાર થયા છે શિક્ષણ મોંઘુ થયું છે મેડિકલી સારવાર મોંઘી થઈ છે નાના ધંધા રોજગારો પડી ભાંગ્‍યા છે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તેથી ખેતી ભાંગતી જાય છે તેમજ આ સભામાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાખાભાઈ ડાંગર શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઇ ભોપાળા પૂર્વ પ્રમુખ કળષ્‍ણકાંત ચોટાઈ જિલ્લા કોંગ્રેસના ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા જયદેવસિંહ વાળા ભારતીબેન બાબરીયા ભુપતભાઈ કનેરિયા રજાકભાઈ હિંગોરા હાજીભાઈ શિવાણી સહિત શહેર અને તાલુકાના મોટી સંખ્‍યા આગેવાનો કાર્યકરો કાર્યકરો ભાઈઓ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:55 AM IST)