<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

પોરબંદરના રમણીય રતનપર બીચમાં ૧.૧૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ

બીચના વિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્‍ડર જાહેર : પ્રવાસીઓ માટે મનોરંજન અને રમતગમત સુવિધાઓ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩૦: રતનપર બીચ વિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્‍ડર જાહેર કરાયું છે. જેના લીધે રૂ.૧.૧૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે રતનપર બીચમાં પ્રવાસનને પ્રોત્‍સાહન મળશે.

નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને બાંધકામ વિભાગના સીટી એન્‍જિનિયર શ્રી જયદીપસિંહ રાણાના જણાવ્‍યા મુજબ, મહાનગરપાલિકા દ્વારા રતનપર વિસ્‍તારમાં આવેલ બીચના વિકાસ માટે પ્રથમ તબક્કા હેઠળ રૂ.૧.૧૦ કરોડના ખર્ચે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત બીચને આકર્ષક અને આધુનિક પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવવા માટે વિવિધ સુવિધાઓ ભી કરવામાં આવશે. જેમાં આશરે ૧૦ ગેઝીબો, સુવ્‍યવસ્‍થિત અને આકર્ષક લાઇટિંગ સિસ્‍ટમ તેમજ હરિયાળી વધારતા લેન્‍ડસ્‍કેપિંગના કાર્યોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

યુવાનો અને પ્રવાસીઓ માટે મનોરંજન તથા રમતગમતની સુવિધાઓ ઉપલબ્‍ધ થાય તે હેતુસર બીચ વોલીબોલ જેવી પ્રવળત્તિઓ માટે પણ વિશેષ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્‍ટનું સ્‍થળ ‘જન્નત બીચ' તરીકે ઓળખાતું સ્‍થળ છે, જે ફર્ન હોટેલ સામે આવેલ છે.

પ્રોજેક્‍ટ પૂર્ણ થયા બાદ આ વિસ્‍તારનું સૌંદર્ય વધશે. સાથે સાથે  શહેરમાં પર્યટન પ્રવળત્તિઓને પણ નોંધપાત્ર વેગ મળશે. આ પ્રોજેક્‍ટથી ભવિષ્‍યમાં આ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે.

 

(12:15 PM IST)