News of Monday, 30th March 2026
જેતપુરમાં સપ્તાહનો ડોમ ખોલતી વખતે, વિજ શોક લાગતા ૧ નું મોત : ર સારવારમાં
લોખંડનો ઘોડો વિજ લાઇનને અડી જતા દુર્ઘટના સર્જાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૩૦: શહેરના જુનાગઢ રોડ ઉપર સોજીત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું તેની પુર્ણાહુતી બાદ મંડપ સર્વિસ નો સામાન સમેટવાનો હોય કારીગરો વિશાળ ડોમ ખોલતા હતા ત્યારે લોખંડનો ઘોડો ફેરવતા અકસ્માતે ત્યાંથી પસાર થતી હેવી ૧૧ કેવી વીજ લાઇન સાથે અડી જતા શોર્ટ સર્કિટ થી એક મજૂર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બે અન્ય મજૂરોને પણ શોર્ટ લાગતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા. આ બનાવની જાણ થતા પી જી વી સી એલ ની ટીમે પહોંચી જઈ વીજ પુરવઠો બંધ કરેલ. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી કરી હતી.
બનાવમાં ઘટના સ્થળે મળત્યુ પામનાર નું નામ સન્ની ( પ્રયાગરાજ) અને ઇજા પામનાર મંજીશકુમાર હોવાનું જાણવા મળેલ છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
