<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

આદર્શ સ્‍મશાન(સોનપુરી)-જામનગરમાં વાલ્‍મીકી રામાયણના ચિત્રોનું અનાવરણ

 

જામનગરઃ સમાજ સેવક મહાવીર દળ-જામનગર સંચાલિત આદર્શ સ્‍મશાન-સોનપુરી (સ્‍માશન વ્‍યવસ્‍થા સમિતિ-જામનગર) માં અતિવૃષ્‍ટિના કારણે જર્જરીત થયેલ દિવાલનું પુનઃ નિર્માણ સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ. આ દિવાલમાં વાલ્‍મીકી રામાયણના ચિત્રો અંકિત કરવા માટે દાતાશ્રીઓના સહકારથી વાલ્‍મીકી રામાયણના ચિત્રોનું કાર્ય પરિપૂર્ણ થતાં, ઉપસ્‍થિત દાતાશ્રીઓ અશોકભાઇ જોબનપુત્રા ચેરમેન નવાનગર કો. ઓપરેટીવ બેંક લીમીટેડ, નીમુબેન મહેશભાઇ રામાણી પરિવાર, ધીરજલાલ ટી. બરછા પરિવાર, નીતિનભાઇ માડમ પરિવાર, જગદીશભભાઇ પ્રાગજીભાઇ નંદા પરિવારના હસ્‍તે અનાવરણ કરવામાં આવ્‍યું  આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ દિપકભાઇ ઠકકર, સહમંત્રી ધવલભાઇ બરછા, કોષાધ્‍યક્ષ અમરભાઇ ગોંદિયા, કારોબારી સભ્‍ય વિશ્વાસભાઇ ઠકકર, સુધીરભાઇ રાઠોડ, વિવેકભાઇ રામાણી, તેજભાઇ ઠકકર, નિમંત્રિત સદસ્‍ય રામભાઇ બરછા અને દિવ્‍યેશભાઇ દાવડા ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:09 PM IST)