News of Monday, 30th March 2026
ધ્રોલના લતીપુર ગામે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મન કી બાત કાર્યક્રમઃ ટિફિન બેઠકમાં સંગઠનલક્ષી ચર્ચાઓ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૦: ધ્રોલ તાલુકાના લતીપુર ગામે આજે રાષ્ટ્રભક્તિ અને સંગઠન શક્તિના સંગમ સમાન વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામજનો અને કાર્યકર્તાઓએ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘મન કી બાત' કાર્યક્રમનો ૧૩૨મો ભાગ નિહાળ્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીએ આ કાર્યક્રમમાં વૈશ્વિક પરિસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા જાળવવાનો સંદેશ આપતા ‘મેરા યુવા ભારત' પહેલ દ્વારા યુવાશક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત વૃક્ષારોપણ અને જળ સંચય જેવા પર્યાવરણલક્ષી વિષયો પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. સાંસદ પૂનમબેન માડમ અને અન્ય આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ પ્રસારણે કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ જગાવ્યો હતો.
‘મન કી બાત' કાર્યક્રમના જીવંત પ્રસારણ બાદ લતીપુર સ્થિત પવિત્ર મનોકામના સિદ્ધ હનુમાન મંદિર ખાતે એક વિશેષ ‘ટિફિન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી અને જિલ્લા પ્રભારી શ્રી દિલીપભાઈ બારડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભાજપના પાયાના કાર્યકર્તાઓ અને મંડળના હોદ્દેદારો સાથે આગામી સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો તેમજ સંગઠનને મજબૂત કરવા માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લતીપુર અને આસપાસના વિસ્તારના સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. ‘મન કી બાત' અને ત્યારબાદ યોજાયેલી આ ‘ટિફિન બેઠક'થી કાર્યકર્તાઓમાં પરસ્પર સંવાદ અને સમાજ માટે સમર્પિત થઈ કાર્ય કરવાની નવી દિશા પ્રાપ્ત થઈ હતી
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
