<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ચારેય વર્ણોનું સૂક્ષ્મ તત્‍વ સાધુ છે તેમાં ભેદભાવ ન હોયઃ પૂ. મોરારીબાપુ

કચ્‍છના માધાપરમાં શ્રી રામકથાનો વિરામઃ હવે ૪ થી ૧ર એપ્રિલ ઉતરાખંડમાં શ્રી રામકથા

રાજકોટઃ તા.૩૦, આધિ ભૌતિક-આધિ દેૈવિક અને આધ્‍યાત્‍મિક વાયુમંડળોથી પોષિત કચ્‍છની, માધાપરની ભૂમિપર પ્રવાહિત થયેલી રામકથા ‘માનસ મુકુરાષ્‍ટક' નું ગઇકાલે ભાવવાહી વાતાવરણમાં સમાપન થયું હતું. શનીવારની રામકથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતાં પૂ. મોરારીબાપુએ કહયુ હતું કે- કચ્‍છની ભૂમિમાં જે ઉગ્‍યું છે એ બૌ ઓછા પ્રાંતમાં ઉગ્‍યું છે. અહીં નિરંતર રામકથાનું ગાન થઇ રહયું છે. એક પ્રશ્‍ન પૂછાયો છે કે -બાપુ તમે ‘જયસિયારામ' બોલો અને બોલાવો છો, તો અમુક લોકો અમને એવું કહે છે કે ‘જય શ્રી રામ' મંત્ર બોલાવો, જય સિયારામ નહીં ! જવાબઃ બાપ બધુ એક જ છે. જયશ્રીરામ, જય સિયારામ કે જય માતાજી જે કૈ બોલો બધું એક જ છે. ‘જય શ્રી રામ' અ. વિશ્વ હિન્‍દુ પરિષદ (ઓશક સિંધલજી) દ્વારા આંદોલનાત્‍મક ઉચ્‍ચાર છે. જયારે ‘જય સિયારામ' એ આનંદોલાનાત્‍મક ઉચ્‍ચાર છે. હું તો સાધુ પરંપરા માર્ગી પરંપરાનો સાધુ છું. અમારી પરંપરામાં યુગોથી ‘જય સિયારામ' બોલાય છે, પણસાહેબ, બધુ એક જ છે.

આપણે સંસારી જીવ છીએ એટલે સ્‍થૂળ  સ્‍વરૂપ પકડીએ છીએ પણ સૂષ્‍મ હાથમાં નથી આવતું. ઘડિયાળ સ્‍થૂળ છે જયારે સમય સૂક્ષ્મ છે, કાળપ્રમાણે સચેત થવાય તો એ સૂ્‌ક્ષ્મ થાયા દર્પણ સ્‍થૂળ છે, એને પકડી શકીએ છીએ પણ એ દર્પણમાં જે ચહેરો દેખાય છે એ સૂક્ષ્મ છે. આ કથા સ્‍થૂળ માંથી સૂક્ષ્મ તરફની યાત્રા છે. માનસ સ્‍થૂળ છે. પણ એમાંથી જે પારમાર્થિક અર્થો નીકળે છે એ સૂક્ષ્મ છે તેમ પૂ. મોરારીબાપુએ કહયું હતું.

વર્ણ વ્‍યવસ્‍થા હોઇ શકે પણ ભેદ ન હોવો જોઇએ તમે બધા અહીંયા સામે નીચે બેઠા છો અને હું અહીં ઉપર બેઠો છું. તો એ વ્‍યવસ્‍થા છે, કોઇ ભેદભાવ નથી ! હાસ્‍યકાર શાહબુદિન રાઠોડ સાહેબ એક હળવારાજાની વાત કહે છે કે-બાપુ તમે જો તમારા કપડાં જાતે ધુઓ તો તમારા ફોટા છાપામાં આવે કે, મોરારીબાપુ પોતાના કપડા જાતે ધુઅએ છે, બાપુ કેટલા સ્‍વાશ્રયી છે અને અમે જો કપડા ધોઇએ તો બે જણા બીજા બે-ચાર કપડા આપી જાય અને કયો  કે-ભેગાભેગ આય ધોઇ નાખજોને !!!

પૂ. મોરારીબાપુએ કહયું કે, બાપ ચારેય વર્ણોનું સૂક્ષ્મ તત્‍વ સાધુ છે. સાધુ એ વર્ણથી પર છે એમાં ભેદભાવ ન હોય, વર્ણ એ વિકાસ છે, સંસ્‍કાર નથી મારા ત્રિભુવન દાદાના ભાઇ વિષ્‍ણુ દેવાનંદગિરિજી સંન્‍યાસી હતા એમણે આ જગતના પાંચ દર્પણ બતાવ્‍યાં છે.

વિષ્‍ણુદાદાએ તો દર્પણષ્‍ટક પણ રચ્‍યું છે. પણ પૂર્ણ નથી કર્યું. દાદાએ આપેલા એ પાંચ દર્પણ આ પ્રમાણે છે. (૧) શાસ્‍ત દર્પણ-તમામ શાષાો આપણા દર્પણ છે. (ર) ગુરૂ દર્પણ-(૩) મંત્ર દર્પણ-ગુરૂએ આપેલો મંત્ર એ આપણું દર્પણ છે (૪) સૂત્ર દર્પણ- કોઇપણ અધ્‍યાત્‍મ સૂત્રો આપણા દર્પણ છે અને (પ) સાધુ દર્પણ બધાં દર્પણોનો સૂક્ષ્મ સાર સાધુદર્પણ છે. ‘રામચિરત માનસ'માં ‘સાધુતા' ‘પરમ સાધુ' અને ‘સબબિધી સાધુ' આ શબ્‍દો તુલસીદાસજીએ એક-એક વખત જ લખ્‍યા છે. વિષ્‍ણુદાદાએ ચાર દર્પણ કહયાં છે.-મન,બુધ્‍ધિ,ચિત્ત, અહંકાર આ ચાર કહયા છે અને હવે હું દાદાનો પોતરો',દાદાના ખભા ઉપર બેઠો છું તો બીજા ચાર હું ઉમેરુંતો ધર્મ અર્થ કામ અને મોક્ષ આમ આઠ દર્પણ છે. (મનોજ જોશી‘‘મજો'' રાજકોટ) મો. ૯૪૨૬૨ ૪૨૧૧, ૮૧૪૦૨ ૧૩૧૩૦)

(4:40 PM IST)