<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કચ્છમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેતીના પાકને નુક્શાનની ભીતિ : ખેડૂતોમાં ચિંતાનું મોજું

અબડાસાના નલિયા, ભુજ, અંજાર અને નખત્રાણા વિસ્તારમાં ઘઉં, જીરું, વરિયાળી, એરંડા તથા બાગાયતી પાકો (આંબા-દાડમ)ને વ્યાપક નુકશાન થયું

અમદાવાદ : રાજ્યના બદલાતા વાતાવરણ વચ્ચે 

કચ્છમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ (માવઠું) અને તેજ પવનને કારણે ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ખાસ કરીને અબડાસાના નલિયા, ભુજ, અંજાર અને નખત્રાણા વિસ્તારમાં ઘઉં, જીરું, વરિયાળી, એરંડા તથા બાગાયતી પાકો (આંબા-દાડમ)ને વ્યાપક નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

  • ઘઉં, જીરું, ઇસબગુલ, રાયડો અને વરિયાળી જેવા પાકોને સૌથી વધુ નુકસાન થયું છે.
  • આંબા પરના મોર ખરી પડ્યા છે, જ્યારે દાડમ અને શક્કરટેટીમાં પાક બગડવાની ભીતિ છે.

(6:59 PM IST)