News of Monday, 30th March 2026
ખંભાળિયામાં હવે પીવાના પાણીનો મુદ્દો ગરમાયો:દૂષિત પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાતુ હોવાનો જિલ્લા કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસ સહિત સ્થાનિકોએ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ: પાલિકા તાત્કાલિક અસરથી પાણીનું ક્લોરીનેશન કરે અને શુદ્ધ પાણી પૂરું પાડે તેવી માગ કરી.

દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં હવે પીવાના પાણીનો મુદ્દો ગરમાયો છે. દૂષિત પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાતુ હોવાનો જિલ્લા કોંગ્રેસે આરોપ લગાવ્યો. સાથે પાલિકા લોકોના જીવ સાથે ચેડા કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી પીવાલાયક નથી. જે બાદ કોંગ્રેસ સહિત સ્થાનિકોએ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ અને પાલિકા તાત્કાલિક અસરથી પાણીનું ક્લોરીનેશન કરે અને શુદ્ધ પાણી પૂરું પાડે તેવી માગ કરી હતી .
આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ પુષ્ટિ કરી છે કે 37 માંથી 4 વિસ્તારોના સેમ્પલ ટેસ્ટિંગમાં નિષ્ફળ રહ્યા છે. આરોગ્ય વિભાગે આ અંગે સંબંધિત વિભાગોને લેખિતમાં જાણ કરી છે અને પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કડક સૂચના આપી છે
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
