News of Monday, 30th March 2026
ભાણવડના રણજીત પરા વિસ્તારમાં ગ્રાહક બનીને આવી દુકાનદારની નજર ચૂકવી મોટી બેટરીની ચોરી
'શિવ ઇલેક્ટ્રિક' નામની દુકાનમાં એક શખ્સ ગ્રાહક તરીકે પ્રવેશ્યો: સામાન ખરીદવાના બહાને દુકાનદારની નજર ચૂકવી કિંમતી બેટરીની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. ભાણવડના રણજીત પરા વિસ્તારમાં આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કર ગ્રાહક બનીને આવ્યો હતો અને દુકાનદારની નજર ચૂકવી મોટી બેટરીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ શાતિર ચોરની તમામ હરકતો દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
રણજીત પરામાં આવેલી 'શિવ ઇલેક્ટ્રિક' નામની દુકાનમાં એક શખ્સ ગ્રાહક તરીકે પ્રવેશ્યો હતો. તેણે દુકાનદાર પાસે વિવિધ ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવાના બહાને પૂછપરછ શરૂ કરી હતી. દુકાનદાર જ્યારે અન્ય સામાન બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ તસ્કરે પોતાની ચાલાકી વાપરી દુકાનમાં રહેલી બેટરીની ઉઠાંતરી કરી હતી. ચોરી કર્યા બાદ તે ખૂબ જ શાંતિથી દુકાનમાંથી બહાર નીકળી ગયો હતો
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
