<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ભુજમાં જીવદયા સાથે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી: ગાયો માટે ૫૧ ગાડી ઘાસ મોકલાયું

મુખ્ય દાતા અનશનવ્રતધારી, જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડા‌ની પુણ્ય સ્મૃતિમાં હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવાર (મોટા કાંડાગરા,હાલ ભુજ)ના સહકારથી સેવાકાર્ય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ :  શ્રી‌ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક નિમિત્તે શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા મુખ્ય દાતા અનશનવ્રતધારી, જૈન સમાજ રત્ન  તારાચંદભાઈ જગશીભાઈ છેડા‌ની પુણ્ય સ્મૃતિમાં હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવાર (મોટા કાંડાગરા,હાલ ભુજ)ના સહકારથી કચ્છના વિવિધ ગામોમાં ઘાસની ૫૧ ગાડી મોકલવાનો પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા, પરિવારના  શ્રી ગીરીશભાઈ છેડા,કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી,સમસ્ત જૈન સમાજ માધાપર ના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોલ સમાજના  આગેવાનો‌ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

શ્રી ભુજ કવીઓ સંકુલમાં આયોજિત આ કાર્યક્રમમાં શ્રી માધાપર સમસ્ત જૈન સમાજ દ્વારા દાતા પરિવારજનો નું શાલ ઓઢાડી,મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આમ જીવદયાના સંદેશ સાથે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરાઈ હતી.

(9:34 AM IST)