<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

કચ્છના રાપરમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

૮૭ માં કેમ્પમાં ૨૦૫ દર્દીઓની તપાસણી કરાઈ જેમાંથી ૧૦૨ ના ઓપરેશન રાજકોટમાં કરાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ :  રાજકોટ સ્થિત માનવ સેવા એજ પ્રભુ સેવા સાથે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ના દરીયાસ્થાન મંદિર ખાતે દર મહિને ૨૯ તારીખે નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તે મુજબ ૮૭ મા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ.

   સ્થાનિકે રાપર લોહાણા મહાજનના સહયોગથી યજમાન પરીવાર  ઠક્કર બળદેવ  વિરજીભાઇ ગટા પરીવાર પાલનપુર  અમદાવાદ ના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું. 

 નેત્ર નિદાન ડો.ધમેન્દ્ કાજલ અને પ્રવિણ ઝાપડીયા કર્યું હતું. કેમ્પ માં રશિકલાલ આદુઆણી, દિનેશ  ચંદે, ભરત રાજદે, નિલેશ  કારીયા, પ્રભુલાલ રાજદે, શૈલેષ  ભીંડે,  વિસનજી આદુઆણી, હરેશ મજીઠીયા, ગોવિંદજી ઠક્કર, ધનસુખ લુહાર, દીનેશ રાજપૂત, કમલેશ ઠક્કર, વેલજીભાઇ લુહાર, દાના મારાજ,  અરવિંદ દરજી વગેરેએ સેવા આપી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:35 AM IST)