<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

બીમારીથી કંટાળી વિસાવદરના વૃધ્‍ધા અને શોભાવડલાના પ્રૌઢનો આપઘાત

ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્‍યુ થયું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૩૧: બીમારીથી કંટાળી વિસાવદરના વૃધ્‍ધા અને શોભાવડલાના પ્રૌઢએ આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી.

વિસાવદરના હનુમાન પરા વિસ્‍તારમાં રહેતા સવીતાબેન અનિલભાઇ સવાણી ઉ.વ.૫૯ નામના વૃધ્‍ધાને છેલ્‍લા એકાદ વર્ષથી માથાનો દુખાવો રહેતો હતો. અને છેલ્‍લા બે મહિનાથી એને માથામા અસહ્ય દુખાવો થતો હતો. તેથી માથાની દવા ખાતા હતા. જેથી તેનું તેને રીએકશન આવી જતુ અને છેલ્‍લા બે મહિનાથી શારીરીક અને માનસીક રીતે ગુમસુમ રહેતા હતા. ગઇકાલે સવિતાબેને અસહ્ય માથામા દુખાવો હતો અને માથાના દુખાવાના કારણે પોતે પોતાની રીતે ઘઉંમા નાખવાની દવા પી લઈ આપઘાત કરી લીધો હતો.

વૃધ્‍ધાના આપઘાત અંગે પોલીસે તેના પતિ અનિલભાઇ જેઠાભાઇ સવાણીનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્‍ય એક બનાવવામાં વિસાવદર તાલુકાના શોભાવડલા લશ્‍કર ગામના ઘનશ્‍યમભાઇ નારણભાઇ નારીગડા ઉ.વ. ૫૨ નામના પ્રૌઢને માનસીક રોગની સારવાર ચાલુ હતી અને તેઓ અવાર નવાર ખોટા વિચારોએ ચડી જતા હતા. ગઈકાલે સવારના આઠ વાગ્‍યા પહેલા કોઇ પણ  સમયે ઝેરી દવા પી લેતા તેનું મૃત્‍યુ થયું હતું.

આ બનાવ અંગે મરનારના ભાઈ હિમંતભાઈનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી હતી.

(10:27 AM IST)