<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

કોટડાસાંગાણીના ભાડવા ગામે ગ્રા.પં.ની ઓરડી-વાડીઓમાંથી કેબલ વાયરની ચોરી

તસ્‍કરો ખેડૂતોની વાડીમાંથી કેબલ ચોરી સળગાવીને કોપર ચોરી ગયા

રાજકોટ, તા. ૩૧: કોટડાસાંગાણીના ભાડવા ગામની સીમ તથા ગ્રા.પ.ની ઓરડીમાંથી તસ્‍કરો કેબલ વાયર ચોરી કરી ગયા હતા.

ભાડવા ગામની સીમમાં તસ્‍કોરએ પડાવ નાંખી ગ્રા.પં.ના કુવાની ઓરડીમાંથી કેબલવાયર તેમજ સીમમાં લવજીભાઇ ગજેરા  ખેડુત પ્રવિણભાઇ સગપરીયા, રમેશભાઇ સગપરીયા, રાજેશભાઇ રૂપાપરા, કાંન્‍તીભાઇ રૂપાપરા, જયેશભાઇ સગપરીયા તથા રમેશભાઇ બાબુભાઇ સગપરીયાની વાડીમાંથી કેબલ વાયર આશરે ૪૩૦ ફુટ કિ. ૧૧૦૦૦ તસ્‍કરોએ ચોરી કરી આ વાયર સળગાવી કોપર કાઢી ચોરી કરી ગયા હતા. આ અંગે લવજીભાઇ ગજેરાએ ફરીયાદ કરતા કોટડાસાંગાણી પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:27 AM IST)