તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
દ્વારકામાં આજે સાંજે ભગવાન શ્રી કળષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગતઃ શોભાયાત્રા-મલ્ટીમીડિયા શોનું આયોજન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી ડો.જયરામભાઈ ગામિત, પૂનમબેન માડમ સહિતના ઉપસ્થિત રહેશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૩૧: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પヘમિ ભારતના ગુજરાતની સમળદ્ધ સંસ્કળતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૨૭ માર્ચથી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી યોજાઈ રહ્યો છે.
ભગવાન શ્રીકળષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં આજે તા.૩૧ માર્ચના રોજ ભગવાન શ્રી કળષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતેથી શોભાયાત્રાનું સ્વાગત કરી દ્વારકા ખાતે હાથીગેટ થઈ મંદિર અને અંતે રુકમણી મંદિર સુધી શોભાયાત્રા યોજાશે. તેમજ સાંજે હાથી ગેટ ર્પાકિંગ ખાતે ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કળતિક કાર્યક્રમો યોજાશે. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી શ્રી ડો.જયરામભાઈ ગામિત, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય સર્વે શ્રી મુળુભાઇ બેરા, પબુભા માણેક, હેમંત ખવા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
