<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ડીઝીટલ યુગમાં પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્માનો નવો પ્રયોગ

 

 (જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા : આજના ડીઝીટલ યુગમાં પ્રદેશ ભાજપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. રાજયભરનાં પક્ષના વિવિધ પ્રશ્નોનો ત્‍વરિત નિર્ણય થાય તે માટે પક્ષનાં આગેવાનોના સમય અને ખર્ચ બન્ને બચે તે માટે ગાંધીનગરથી ઝુમ મીટીંગ શરૂ કરવામાં આવી છે. આજે રાજકોટ જિલ્લા ભાજપના ખુબજ સક્રિય ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદીએ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ આગેવાન ગોરધનભાઈ ઝડફીયા સાથે ઝુમ મીટીંગમાં જિલ્લાનાં વિવિધ પ્રશ્ને રજુઆત કરતા તેઓએ ત્‍વરિત નિર્ણય કરી યોગ્‍ય કરવાની ખાત્રી આપેલ હતી.

(11:35 AM IST)