<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

લીંબડી પંથકમાં ભારે પવનના કારણે સેવા કેમ્‍પનો મંડપ તૂટયોઃ બે યાત્રિકોને ઇજાઓ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૩૧: હાલના તબક્કામાં અમદાવાદ થી ચોટીલા તરફ જતા પદયાત્રીકો માટે સેવાભાવી લોકો દ્વારા હાઇવે ઉપર કેમ્‍પ ખોલવામાં આવ્‍યા છે જ્‍યાં રહેવા જમવા અને મેડિકલની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે અને જેટલી બને તેટલી પદયાત્રીઓની સેવાભાવી લોકો દ્વારા સેવા કરવામાં આવે છે ત્‍યારે  લીંબડી નેશનલ હાઈવે પર ચોટીલા તરફ જતા પદયાત્રીઓ માટે છાલિયા તળાવ નજીક એક કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં મંડપ બાંધી અને યાત્રિકોને આરામ થઈ શકે તે માટે ગાદલા અને રહેવા માટેની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

અમદાવાદ વડોદરા તરફથી આવતા પદયાત્રીઓ માટે રહેવા જમવા અને આરામની વ્‍યવસ્‍થા કરવા માટે કેમ્‍પ ખોલવામાં આવ્‍યો છે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવવા પામ્‍યો  ભારે પવન ફુકાતા મંડપનો કેમ્‍પ તૂટી પડવા પામ્‍યો છે અને કેમ્‍પમાં સૂતેલા બે પદયાત્રીઓને  ઇજાઓ પહોંચી છે.

જોકે ઇજાગ્રસ્‍તો ને તાત્‍કાલિક પણે સારવાર માટે સુરેન્‍દ્રનગરની લીંબડી આર.આર.હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.

 

(1:26 PM IST)