તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
માધવપુરથી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનો પ્રારંભઃ દ્વારકામાં રૂક્ષ્મણીજીનો સત્કાર સમારંભ
શોભાયાત્રા રૂટ પોરબંદર ભોગાત હર્ષદ અને કુરંગા સહિત ઠેર-ઠેર સ્વાગત કાર્યક્રમોઃ માધવપુરના મેળામાં અંતિમદિને માનવ મહેરામણ ઉમટયુ : માધવપુર નજીક કડછા ગામથી ગઇકાલે ભાઇઓ મામેરૂ લઇને શણગારેલ ઉંટ-ઘોડા સાથે વાજતે-ગાજતે માધવપુર પહોંચ્યાઃ મહેર સમાજની બહેનોએ લગ્નગિતોની રમઝટ બોલાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૧: ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના લગ્નપ્રસંગ અવસરે માધવપુર કૃષ્ણ ભકિતમય બની ગયુ છે. ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકળી છે. જેના રૂટ ઉપર પોરબંદર ભોગાત અને કુરંગા હર્ષદ સહિત ગામેગામ શોભાયાત્રાના સ્વાગત કાર્યક્રમો ગોઠવાયા છે. શોભાયાત્રા દ્વારકામાં પહોંચ્યા બાદ સાંજે દ્વારકામાં રૂક્ષ્મણીજીનો સત્કાર કાર્યક્રમ યોજાશે.
ભગવાન શ્રી કળષ્ણ અને દેવી શ્રી રૂકમણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા માધવપુર ઘેડ લોકમેળોના ચોથા માધવપુર ઘેડ ખાતે ના કાર્યક્રમોના અંતિમ દિવસે સાંસ્કળતિક કાર્યક્રમો યોજાયા હતા. આજે તા. ૩૧ના રોજ દ્વારકા ખાતે રુકમણી સત્કાર સમારોહ અંતર્ગત કાર્યક્રમો યોજાશે.
માધવપુર મેળાના આજના સાંસ્કળતિક કાર્યક્રમમાં માંગરોળ-માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ પોતાના પરંપરાગત નળત્યો અને લોકકળાઓની મનમોહક પ્રસ્તુતિ આપી હતી.
આસામના કલાકારોએ કળષ્ણ-રૂક્મણી હરણ, દાઓસરી દલાઈ તેમજ બીહુ નાચ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, મણિપુર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સહિતના રાજ્યોના કલાકારોની વિવિધ પ્રસ્તુતિઓએ સમગ્ર કાર્યક્રમને ભક્તીમય બનાવી દીધો હતો.
પોતાની આગવી અને સુમધુર શૈલી માટે જાણીતા ‘‘શ્યામ શબ્દ'' ગ્રુપના કલાકારોની પ્રસ્તુતિઓએ સમગ્ર માધવપુર ઘેડ મેળાના માહોલને કળષ્ણ ભક્તિમય બનાવ્યો હતો.અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
શ્રીકળષ્ણ રૂકમણીજીના વિવાહ ઉત્સવ નિમિત્તે ભરાતા મેળામાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉભરાઈ પડયું હતું. ગઈકાલે મામેરિયા કડછા ભાઈઓ મામેરુ લઈને માધવ ચોકયાં વાજતે ગાજતે ઊંટ-ઘોડા લઈને પહોંચ્યા હતા. મહેર જ્ઞાતિના બહેનોએ જુના લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી. પછી મંદિરમાં ધામધૂમથી મામેરુ પૂરી ધ્વજા ચડાવી હતી. ઘોડાઓની કરતબ અને તલવારબાજીનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
શ્રીકળષ્ણ પ્રભુની જાન માધવરાય મંદિરેથી ચાર વાગ્યે વિધિવત વાજતે ગાજતે કીર્તનકારો, દાંડિયા રાસ અને લગ્ન ગીતોની રમઝટ સાથે મેળા ગ્રાઉન્ડમાં પહોંચી હતી. વરરાજા શ્રીકળષ્ણનો રથ પૂર જોશમાં પવનવેગે દોડાવવામાં આવ્યો હતો. જાન મધુવનમાં પહોંચ્યા બાદ સામૈયા કરાયા હતા, ત્યારબાદ પોખણા કરાયા હતા અને શ્રીકળષ્ણ-રૂકમણીજીના મંડપ મધ્યે ગાંધર્વ વિધિથી લગ્ન ઉત્સવ ઉજવાયો હતો.
શ્રીકળષ્ણ-અનેચ રૂકમણીજીને મંડપ મધ્યે જમાડેલો કંસાર સર્વે ભક્તોમાં બાટવામાં આવ્યો હતો. આખી રાત શ્રીકળષ્ણ-રૂકમણીજીએ રાતવાસો મધુવનમાં જ કર્યો હતો. આ રાત દરમિયાન વિવિધ સંસ્કળતિ કાર્યક્રમનો લાભલોકોએ લીધો હતો.
આજે શ્રીકળષ્ણ રૂકમણીજીને હાથોહાથ ઘરેણું તથા મેવા મિશ્રી આરોગવાનો અમૂલ્ય લાભ બાદમાં શ્રીકળષ્ણ-રૂકમણીજી નિજમંદિરે પધારશે. -માધવરાય મંદિરે પહોંચશે ત્યાં કભક્તો એકબીજા ઉપર ગુલાલ ઉડાડી આનંદ વ્યક્ત કરશે. રૂક્ષ્મણીજી-માધવરાય ચાર વાગ્યે માધવ ચોકમાં પહોંચશે ત્યાં તેમના વિધિવત પોખણા કરવામાં આવશે અને કીર્તન કરવામાં આવશે. ત્યાર-બાદ શ્રીકળષ્ણ-રૂકમણીજીને મંદિરમાં પોતાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે અને દર્શન ખુલ્લા મુકવામાં આવશે.
આજે તા.૩૧ના ભગવાનની ભવ્ય શોભાયોત્રા જ્યારે ગાંધવી (હર્ષદ) પહોંચશે, ત્યારે ત્યાંના ગ્રામજનો અને મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ આ શોભાયાત્રા લાંબા, ભોગાત અને કુરંગા ગામેથી પસાર થશે, જ્યાં પણ સ્થાનિકો દ્વારા સામેયું કરવામાં આવશે. દ્વારકા નગરીમાં પ્રવેશતા જ હાથી ગેટ ખાતે વિવિધ સમાજો દ્વારા ભગવાનનું અભિવાદન કરાશે. દ્વારકાના હાથી ગેટ પાકિર્ંંગ ખાતે વિશેષ સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
