<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

વિસાવદરમાં બોલેરોની હડફેટે માસૂમ બાળકનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત

અકસ્‍માત સર્જી વાહનચાલક ફરારઃ અરેરાટીજનક દ્રશ્‍યોઃ કરૂણતાભર્યો માહોલ : અકસ્‍માત જોઈને લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયાઃ ઘરે દીકરાના મોતના સમાચાર પહોંચતા જ પરિવારમાં માતમ છવાયો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩૧: વિસાવદર શહેરના ખોડિયારપરા વિસ્‍તારમાં કહેવાય છે કે બેફામ ગતિએ આવતી બોલેરો પીકઅપ વાનના ચાલકે માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્‍થળે જ કરુણ મોત નીપજ્‍યું હતું. લોકચર્ચા મુજબ આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની ખોપડી તૂટી ગઈ હતી. અકસ્‍માત સર્જ્‍યો બાદ બોલેરો ચાલક પોતાના વાહન સાથે નાસી ગયો હતો.

બહાર આવેલી વિગતો અનુસાર આઠ વર્ષીય પુત્ર ઘર પાસે રમી રહ્યો હતો અને બોલેરોએ અડફેટે લીધો હતો. વિસાવદરના ખોડીયારપરા વિસ્‍તારમાં રહેતા ફુલભાઇ ઉર્ફે વિપુલભાઇ રમેશભાઇ ગોહિલનો આઠ વર્ષીય પુત્ર ધવલ તેમાં ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક બોલેરો પીકઅપ વાનના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્‍યો હતો અને ધવલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર સીધી બાળકના માથાના ભાગે વાગતા લોહીની નદીઓ વહી ગઈ હતી અને સ્‍થળ પર જ માસૂમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્‍માત જોઈને લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. અકસ્‍માતને પગલે આસપાસના લોકો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. લોકોના ટોળા એકઠા થતા જોઈ અને પોતાની ધરપકડના ડરથી બોલેરો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્‍થાનિકોએ તાત્‍કાલિક પોલીસને જાણ કરી હતી અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને પણ બોલાવી હતી પરંતુ, ડોક્‍ટરોએ બાળકને મળત જાહેર કર્યો હતો. આ દ્રશ્‍ય એટલું ભયાનક હતું કે, જોનારા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. બાળકના મળતદેહને જોઈને પરિવારજનોના આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘરે દીકરાના મોતના સમાચાર પહોંચતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો નિર્દોષ બાળકના મોતના સમાચાર વાયુવેગે વિસાવદર શહેરમાં પ્રસરતા લોકોમાં અરેરાટી વ્‍યાપી હતી. ફુલભાઇના ઘરે દીકરાના મોતના સમાચાર પહોંચતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જે બાળક થોડી વાર પહેલા ઘર પાસે રમી રહ્યો હતો, તેનું આ રીતે અચાનક મોત થતા માતા-પિતા ભાંગી પડ્‍યા છે. વિસાવદર પોલીસે આ મામલે ત્‍વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્‍યા બોલેરો પીકઅપ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્‍તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. 

(12:21 PM IST)