News of Tuesday, 31st March 2026
પોરબંદરમાં બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૯ થી ૧૦ હજાર બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ: કેતનભાઈ ગજ્જર : કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા પ્રસાદી પેકીંગ કરવામાં સહભાગી બનશે : લોકડાયરામાં હાજરી આપશે : કાલે રક્તદાન કરશે : ગુરુવારે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહેશે
એકત્રિત થયેલ રક્ત પોરબંદર જિલ્લામાથી બહારગામ સારવાર માટે જતાં દર્દીઓને ખૂબ જ ઉપયોગી થશે : રામદેવભાઇ મોઢવાડિયા : ગુરુવારે રાત્રિના ગીતા રબારી વંદના મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રજૂ કરશે : મોટી સંખ્યામાં રક્તદાતાઓને રક્તદાન કરવા આહવાન

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૩૧ : બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપવા પ્રેસકોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં બાલા હનુમાન ગ્રૂપ ના કેતનભાઈ ગજ્જરે જણાવ્યુ હતું કે, પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરેલ છે, અને મહારક્તદાન કેમ્પ નું આયોજન છે તેમાં ગત વર્ષે 5500 બોટલ રક્ત એકત્રિત કરેલ આ વર્ષે 9000 થી 10,000 બોટલ રક્ત બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખેલ છે. ગત વર્ષ કરતાં ડબલ વ્યવસ્થા આ વર્ષે કરવામાં આવેલ છે. તમામ હનુમાન ભક્તો રામ ભક્તો ને વિનંતી છે કે બીજી એપ્રિલે સુદામા ચોક ખાતે આવી ને રક્તદાન કરવાની અપીલ છે. તેમજ પ્રસાદ દર વર્ષ મુજબ આ વર્ષે પણ વિતરણ કરવામાં આવશે. આ વર્ષે 80,000 પ્રસાદ બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ પ્રેસ કોન્ફરન્સમા રામદેવભાઇ મોઢવાડિયા એ વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યુ હતું કે, એકત્રિત થયેલ રક્ત ભાવસિંહજી હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, રેડક્રોસ સોસાયટી, જુનાગઢ સિવિલ હોસ્પિટલ, જામનગર જીજી હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ, જીવનદીપ હોસ્પિટલ સહિત ની પ્રાઈવેટ અને ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેન્કો ને લોહી આપવામાં આવશે. જેથી પોરબંદર થી બહારગામ જતાં દર્દીઓ ને જરૂર પડે ત્યારે લોહી આપવામાં આવશે. એટલું જ નથી પરંતુ આ વખતે વધારા ની એક વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અમદાવાદ ની લેબોરેટરી દ્વારા 4 પ્રકાર ના બ્લડ ટેસ્ટ જે ખુબજ જરૂરી છે, તે ફ્રી માં કરી આપવામાં આવશે. રક્તદાતાઓ ને એક ભેટ પણ આપવામાં આવશે. પોરબંદર ના ઇતિહાસ માં પ્રથમ વાર સુદામા ચોક માં એસી ડોમ ની વ્યવસ્થા કરવામાં આવી છે, અને આ પ્રકાર ની ઇવેંટ આખા ગુજરાત માં ક્યાય થતી નથી અને રક્તદાન માટે સમગ્ર પોરબંદર વાસીઓ વધુ ને વધુ રક્તદાન કરશે અને રેકોર્ડ બનાવશે. આ સમગ્ર ઇવેંટ માટે કેતનભાઈ ગજ્જરને અભિનંદન પાઠવ્યા છે.
બાલા હનુમાન ગ્રૂપ આયોજિત બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત વંદના મહોત્સવ માટે 80,000 થી વધુ લાડવા પ્રસાદી બોક્સ પેકીંગ કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે સાંજે 8:00 કલાકે સુદામા ચોક ખાતે કેન્દ્રીય કેબિનેટમંત્રી અને પોરબંદર ના સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા પ્રસાદી પેકીંગ કરવામાં સહભાગી બનશે. તેમજ રાત્રે 9:30 વાગ્યા થી સુદામા ચોક ખાતે વંદના મહોત્સવ અંતર્ગત લોકડાયરો યોજાશે જેમાં બ્રીજદાન ગઢવી કાર્યક્રમ પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમ માં પણ કેન્દ્રીય કેબિનેટમંત્રી અને પોરબંદર ના સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા સાહેબ હાજરી આપશે.
કાલે તા. 1/4/2026 ના રોજ સવારે 8:00 વાગ્યા થી રક્તદાન કેમ્પ નો પ્રારંભ થઇ જશે આ કેમ્પનો પ્રારંભ કેન્દ્રીય કેબિનેટમંત્રીશ્રી અને પોરબંદર ના સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા પોતાનું રક્તદાન કરી ને કરશે તેમજ પોલીસ પરિવાર, ડિફેન્સ, કોસ્ટગાર્ડ, સામાજિક સંસ્થા સહીત જાહેર જનતા જોડાશે, આ કેમ્પ આખો દિવસ ચાલશે.
તા. 2/4/2026 ના રોજ સમગ્ર પોરબંદર જિલ્લા માં સવારે 7:00 વાગ્યા થી રક્તદાન શરૂ થઇ જશે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, બગવદર, કડછ ખાતે આ કેમ્પ યોજાશે. મહારક્તદાન કેમ્પ માં 9000 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં બપોરે 4:00 કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજરી આપશે, તેમજ સાંજે 6:00 વાગ્યે બાળકો ની વેશભૂષા માં બાળકો ને પ્રોત્સાહિત કરશે અને વિશ્વકર્મા ના આગેવાનો સાથે મુલાકાત કરશે. સાંજે 7:00 કલાકે મહાઆરતી માં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પ્રસાદી બૉક્સ વિતરણ પ્રારંભ પણ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ના હસ્તે કરવામાં આવશે. તેમની સાથે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. રાત્રે 9:30 કલાકે લોકડાયરો યોજાશે જેમાં ગીતાબેન રબારી વંદના મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રજૂ કરશે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
