<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

અમરેલીના સણોસરામાં કાલે ભુપેન્‍દ્રભાઇ પટેલની અધ્‍યક્ષતામાં જળ સંચય સંમેલન

ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ રાજકોટના ઉપક્રમે જળ સંચયને વેગ આપવા

રાજકોટ તા. ૩૧ : ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં એક સાથે જળ સંચયનો નાદ ગુંજતો કરવા કાલે તા.૧ના સણોસરા મુકામે વિશાળ જળ સંચય સંમેલનનું આયોજન કરાયુ છે.

આ અભિયાન અંતર્ગત ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્‍ટ્રના છેવાડાના ગામો સુધી જળસંચય જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે. અત્‍યાર સુધીમાં હજારો ચેકડેમ ઉંડા, ઉંચા અને નવા કરવામાં આવ્‍યા છે. તળાવોના પુનઃજીવીતકરણ દ્વારા ભુગર્મ જળસ્‍તર ઉંચા લાવવાના સફળ પ્રયાસો ચાલી રહ્યા છે. જેને વેગ આપવા સણોસરા ખાતે કાલે જળસંચય સંમેલન મળશે.

આ સંમેલનમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે. તેમજ રાજયના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા વિશેષ ઉપસ્‍થિત રહેશે. આ પ્રોજેકટ અંતર્ગત ૮૫ ગામોમાં હિટાચી મશીનો દ્વારા તળાવો ઉંડા કરવા અને જળ સંગ્રહની ક્ષમતા વધારવા માટેના કાર્યોનો એક સાથે પ્રારંભ કરાશે.

કાલે તા.૧ના સવારે ૯ કલાકે સણોસરા તા.જિ. અમરેલી ખાતે યોજાનાર આ જળ સંમેલનમાં અમરેલી તાલુકા અને જિલ્લાના ખેડુતો-ગ્રામજનોએ ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે. સંમેલન પૂર્ણ થયે સમૂહ ભોજનની વ્‍યવસ્‍થા રાખેલ છે. વધુ માહિતી માટે મો.૮૮૪૯૦ ૩૩૧૩૪ અથવા મો.૯૯૧૩૧ ૫૦૭૫૬ ઉપર સંપર્ક કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ રાજકોટની યાદીમાં જણાવાયુ છે. 

(2:30 PM IST)