હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છમાં ‘રોડ ટુ હેવન 'ની બંને તરફ ફ્લેમિંગો નો પડાવ
માર્ચ મહિનો બેસતા જ આ વિદેશી પક્ષીઓ વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે કચ્છમા કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : ફ્લેમિંગો માર્ચ મહિનો બેસતા જ આ વિદેશી પક્ષીઓ વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે કચ્છના વિશ્વપ્રસિદ્ધ રોડ ટુ હેવન પર કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોળાવીરાને જોડતા આ માર્ગની બંને તરફ હજારો ની સંખ્યા માં ફ્લેમિંગો પડાવ નાખ્યો છે. ખડીર ના ભાંજડા ડુંગરના રણ માં ફ્લેમિંગો એ પડાવ નાખ્યો છે. આ વર્ષે વરસાદ મોડો પડ્યો જેથી રણના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પૂરતું પાણી અને પક્ષીઓ માટે જરૂરી ખોરાક ઉપલબ્ધ છે. માર્ચના આકરા તાપ વચ્ચે હાલમાં હજી વરસાદી માહોલ છે, અનુકૂળ પરિસ્થિતિ હોવાને કારણે આ પક્ષીઓએ સ્થળાંતર કર્યું નથી આ અદભૂત નજારો કુદરતની કરામત જેવો લાગે છે. ખાસ તેઓ ચોમાસાથી શિયાળા દરમ્યાન રોકાય છે અને જેમ જેમ ઉનાળો શરૂ થાય અને રણનું પાણી સુકાવા લાગે ત્યારે ખોરાકની શોધમાં અને ગરમીથી બચવા સ્થળાંતર કરવાનું હોય છે પરંતુ ખાવડા થી ધોળાવીરા ના રોડ ટુહેવન પર બંને તરફ પથરાયેલા પાણીમાં ગુલાબી સુરખાબના ટોળા જોઈને એવું લાગે છે કે જાણે આ પક્ષીઓ પણ કચ્છમાં કાયમી જોવા મળે છે
ફ્લેમિંગો સાઇબેરિયા, રશિયા, અફધાનિસ્તાન અને ઈરાન જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવે છે. જ્યારે ત્યાં કડકડતી ઠંડીને કારણે ખોરાક મળવો મુશ્કેલ બને છે. ત્યારે તેઓ કચ્છના રણ ના ખારા પાણી સાનુકૂળ વાતાવરણ તરફ પ્રયાણ કરે છે.
પાણીની ઉપલબ્ધતાને કારણે રૂપકડા મહેમાનો ઉનાળામાં પણ રોકાયેલા જોવા મળે છે.
સામાન્ય રીતે સુરખાબ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કચ્છમાં પધારે છે અને ઠેઠ માર્ચ-એપ્રિલ સુધી અહીં ધામા નાખે છે. આ સમયગાળા દરમિયાન કચ્છનું રણ તેમનું 'બ્રીડિંગ ગ્રાઉન્ડ' બને છે, જેને ફ્લેમિંગો સીટી ' તરીકે ઓળખીએ છીએ.
કચ્છથી ઉનાળાની શરૂઆત થતાં જ એટલે કે એપ્રિલ પછી. આ પક્ષીઓ ફરીથી પોતાના વતન એટલે કે સાયબિરીયા રશિયા તથા યુરોપના દેશો મા માદરે વતન ફરે છે. જોકે, હવે સુરખાબ દરેક સમયે જોવા મળે છે. જાણે આ પક્ષી કચ્છના મહેમાન નહીં પણ કાયમી નિવાસી બની ગયા છે. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
