<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

કાલે પરિમલ પંડયા જામનગર કલેકટર તરીકે ચાર્જ સંભાળશે

રાજકોટમાં આર.એ.સી. અને રૂડામાં સી.ઇ.ઓ. રહી ચુકેલા

 

રાજકોટ, તા. ૩૧: જામનગરના જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર આજે સાંજે નિવૃત થઇ રહયા હોવાથી તેમના સ્‍થાને નિયુકત થયેલા શ્રી પરિમલ પંડયા વિધિવત રીતે આવતીકાલથી કાર્યરત થશે. તેઓ વર્ષ ર૦૧૩ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

પરિમલ પંડયા ભૂતકાળમાં રાજકોટ શહેરી વિકાસ સતા મંડળમાં મુખ્‍ય કારોબારી અધિકારી, રાજકોટ અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ, ઉચ્‍ચ શિક્ષણ નિયામક, અમરેલી જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે

(4:08 PM IST)