News of Tuesday, 31st March 2026
મહુવાના તત્કાલીન મામલતદાર જે.સી.મહેતા 50 હજારની લાંચની માંગણી કરતા સપડાયા :એસીબીએ ગુન્હો નોંધ્યો
મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક સામે કોઇપણ પ્રકારે વાંધા ઉભા કરી હેરાન-પરેશાન નહિ કરવાના બદલામાં રૂપિયા 50,000ની લાંચની માંગણી કરી હતી

ભાવનગરના મહુવામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં કૂક તરીકે કામ કરતી વ્યક્તિ પાસે રૂ.50,000ની લાંચ(Bribery)ની માંગણી કરનારા મહુવાના તત્કાલીન મામલતદાર જયેશકુમાર સી.મહેતા સામે ACBએ ગુનો નોંધ્યો છે.
આરોપી જયેશકુમાર ચીમનલાલ મહેતા(જે.સી.મહેતા) ધંધો:-તત્કાલીન મામલતદાર મહુવા, ભાવનગર (હાલ નિવૃત્ત) ( રહે.ગણપતિમંદીર સામે, ગુજરાત સોસાયટી, મહુવા જી. ભાવનગર મુળ વતન ગીરીરાજ શેરી નં.-૨, બ્લોક નં.-૨૦, ચિતલ રોડ અમરેલી ) સામે એસીબીએ ગુન્હો નોંધ્યો છે
થાણાથી દક્ષિણે ૧૦૦ કિ.મી. દૂર, મહુવા મામલતદારના બંગ્લોઝ ખાતે (તા.મહુવા જિ.ભાવનગર ) એસીબીના સંકજામાં સપડાયા છે
લાંચના છટકાના ફરીયાદી/સાહેદનાઓ પ્રાથમીક શાળા તા.મહુવા જી.ભાવનગર ખાતે મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલક કમ કુક તરીકે સેવા આપતા હતા જેમની પાસેથી મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકનુ કામ શાંતીથી ચાલવા દેવા અને કોઇપણ પ્રકારે વાંધા ઉભા કરી હેરાન-પરેશાન નહિ કરવાના બદલામાં રૂપિયા ૫૦,૦૦૦/-ની લાંચની માંગણી આરોપી જયેશકુમાર ચીમનલાલ મહેતા (જે.સી.મહેતા), તત્કાલીન મામલતદાર મહુવા, જી.ભાવનગર નાઓએ કરી લાંચની કુલ માંગણી પૈકી રૂપીયા ૧૦,૦૦૦/- તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ લાંચના છટકાના ફરિયાદી/સાહેદ પાસેથી સ્વિકારી બાકી રહેતી લાંચની રકમ રૂપીયા ૪૦,૦૦૦/- લાંચના છટકા દરમ્યાન કોઇપણ કારણોસર સ્વિકારેલ નહિ અને પોતાની ફરજ નિષ્ઠાપુર્વક અને પ્રમાણીકતાથી ન બજાવી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના અંગત આર્થીક લાભ મેળવવા સારુ ફરિયાદી પાસેથી લાંચની રકમની માંગણી કરી ગુનાહિત કૃત્ય કર્યા બાબતે ગુન્હો નોંધાયો છે
ગુન્હો દાખલ કરનાર અધિકારી આર.ડી.સગર, પોલીસ ઇન્સપેકટર, ઇ.ચા ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન, ભાવનગર,સુપરવિઝન અધિકારી એસ.એન. બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ, ભાવનગર અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાધેલા, નાયબ નિયમક, એ.સી.બી. રાજકોટ વિભાગ, રાજકોટ રહ્યા હતા
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
