<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

લીમડી રેલવે સ્ટેશન પર ટિકિટના કાળાબજાર કરતા બે શખ્સો ઝડપાયા

'ઓપરેશન સતર્ક' હેઠળ બોટાદ RPF ટીમે મોટી કાર્યવાહી કરી:ટિકિટની કાળાબજારી કરતા બે શખ્સોને ₹3.87 લાખની કિંમતની 82 ટિકિટો સાથે રંગેહાથ ઝડપી પાડ્યા

રેલવે મુસાફરોની સુવિધા અને ટિકિટોની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન સતર્ક' હેઠળ બોટાદ RPFની ટીમે મોટી કાર્યવાહી કરી છે. લીમડી રેલવે સ્ટેશન વિસ્તારમાં ટિકિટની કાળાબજારી કરી રહેલા બે શખ્સોને આશરે ₹3.87 લાખની કિંમતની 82 ટિકિટો સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.  

બોટાદ RPF ટીમને લાંબા સમયથી બાતમી મળી રહી હતી કે લીમડી અને આસપાસના વિસ્તારોમાં કેટલાક ઈસમો રેલવેની ઈ-ટિકિટો અને જનરલ ટિકિટોના કાળાબજાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હિલચાલ જણાતા બે શખ્સોને દબોચી લીધા હતા. તેમની તપાસ કરતા રેલવે ટિકિટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 

RPF દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં 82 ટિકિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે: જપ્ત કરાયેલી ટિકિટો પૈકી 66 ટિકિટો જેનો મુસાફરોએ ઉપયોગ કરી લીધો હતો અને 16 ટિકિટો એવી છે જેની મુસાફરી હજુ બાકી હતી.

(11:30 PM IST)