News of Wednesday, 1st April 2026
લાખાવાડની વાડીમાં ચાર ઇંડા મૂકયા ચાર મહિના સારા વરસાદના સંકેત
ટીટોડીના ઈંડા અને આગામી ચોમાસું : ગુજરાતના ખેડૂતો માટે ખાસ વરતારો

લોકબોલીમાં કહેવાય છે કે ‘કુદરતના સંકેત કયારેય ખોટા નથી હોતા.' પશુ-પંખીઓની ચેષ્ટાઓ પરથી આવનારા સમયનો અંદાજ લગાવવાની આપણી વર્ષો જૂની પરંપરા છે. અત્યારે જ્યારે ખેડૂત મિત્રો નવા વર્ષના વાવેતરની તૈયારી કરી રહ્યા છે, ત્યારે નાની લાખવડ નાં જયસુખ ભાઈ રોજાસરા ની વાડી ખેતરોમાં માં વાડી વિસ્તારમાં ટીટોડીના ઈંડાને લઈને લોકમુખે ચર્ચાઈ રહેલો તેમની ચાંચ જમીનમાં છે એટલે સારો વરસાદ થાય તેવી લોક વાયકા છે આ વરતારો જાણવા જેવો છે.
ખેતીના જાણકારો અને વડીલો માને છે કે ટીટોડીને કુદરતી રીતે જ આવનારા સમયનો અણસાર આવી જતો હોય છે. જો ટીટોડી કોઈ ઊંચાણવાળી જગ્યા કે ટેકરા પર ઈંડા મૂકે, તો તેનો અર્થ એ છે કે આ વર્ષે ભારે વરસાદ પડવાની શકયતા છે. પક્ષી પોતાની સહજવળત્તિથી ઈંડા પાણીમાં ડૂબી ન જાય તે માટે સુરક્ષિત અને ઊંચી જગ્યા પસંદ કરે છે.
ઈંડાની સંખ્યાનું મહત્વ (ચાર ઈંડા મુકયા છે)કહેવાય છે ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારો વરસાદ થાય.
ઊંચાઈ પર ઈંડા હોવા એ મેઘરાજાની સારી પધરામણીનું પ્રતીક છે, જે મોલાત માટે આશાસ્પદ ગણાય.
જો વધુ વરસાદની શકયતા હોય, તો નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ શકે છે. આથી ખેડૂતોએ જમીન અને ઢાળ મુજબ પાકનું આયોજન કરવું જોઈએ.
જોકે વિજ્ઞાન આને પક્ષીઓની કુદરતી સહજવળત્તિ ગણે છે, પરંતુ ગ્રામ્ય સંસ્કળતિ અને ખેડૂત આલમમાં પેઢીઓથી ચાલ્યા આવતા આ નિરીક્ષણો છે બાકી કુદરતે જે ધારે તે કરે છે હરી ઈચ્છા બળવાન.(તસ્વીર : કરશન બામટા- આટકોટ)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
