News of Wednesday, 1st April 2026
પોરબંદર એરપોર્ટમાં આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત

પોરબંદરઃ માધવપુર ઘેડના મેળા અંતર્ગત દ્વારકા ખાતે ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રૂકમણીના સત્કાર સમારોહમાં સહભાગી થવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના સ્વાગત માટે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી તેમજ મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય દેવવ્રતજીનું એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવ્યુ તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ પોરબંદર)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
