<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રાજ્‍યપાલનું દ્વારકા સર્કિટ હાઉસે સ્‍વાગત

(કૌશલ સવજાણી-વિનુભાઈ સામાણી-દિપેશ સામાણી દ્વારા) દ્વારકા-ખંભાળિયા, તા.,૧ : માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકળષ્‍ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકળષ્‍ણ-રુકમણીજી વિવાહ સત્‍કાર સમારોહનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા સયુંકત ઉપક્રમે દ્વારકાના હાથીગેટ ર્પાકિંગ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. 

વિવાહ સત્‍કાર સમારોહના સાક્ષી બનવા રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારકા પધારતા પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી મુળુભાઇ બેરા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સભ્‍ય સચિવ શ્રી રમેશ મેરજા, કલેકટર શ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા સહિતના મહાનુભાવો દ્વારા  સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત, રાજ્‍યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્‍યું હતું.

(1:47 PM IST)