<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , જિલ્લા પ્રમુખ રામજી પરમાર સહીત 30 લોકો સામે ખંભાળીયામાં ફરિયાદ દાખલ

ફરજમાં રુકાવટ, ગેરકાયદે મંડળી રચી રાયોટીંગ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધાયો

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : આમ આદમી પાર્ટીના બિહારના કાર્યકર ઉપર ખોટી કલમો લગાવીને પોલીસે કસ્ટડીમાં લેતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખંભાળિયા પોલીસ સ્ટેશને તડાફડી બોલાઈ છે.  પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને હોબાળો થયાના વાવડ ફેલાતા જ, DYSP, LCB, SOG સહીત પોલીસના ધાડેધાડા ખંભાળિયા પોલીસ મથકે ઉમટ્યા હતા 

 આ દરમિયાન પીએસઆઇ જાદવ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી,, જિલ્લા પ્રમુખ રામજી પરમાર સહીત 30 લોકો સામે ફરજમાં રુકાવટ, ગેરકાયદે મંડળી રચી રાયોટીંગ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે 

 દ્વારકા એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી માનસેતાએ મીડિયાને આ માહિતી આપી હતી 

(8:48 PM IST)