<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

પોરબંદર બાલા હનુમાન વંદના મહોત્સવ: ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધતો રક્તદાન કેમ્પ

આયોજકોની સત્તાવાર જાહેરાત, રક્તદાન કેમ્પ આજે ૨ એપ્રિલના રોજ સવારે ૭થી ફરી શરૂ કરવામાં આવશે.

પોરબંદર તારીખ ૨: લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ: મધરાત્રે ૧૨ સુધીમાં ૭૦૦૧ બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું છે, જબરી સિદ્ધિ: રક્તદાતાઓનો અવિરત પ્રવાહ અને ઉત્સાહ જોતા આયોજકો દ્વારા રાત્રે ૨ વાગ્યા સુધી રક્તદાનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. મોડી રાત્રે પણ રક્તદાન માટે લોકોનો ભારે જમાવડો: 

આયોજકોની સત્તાવાર જાહેરાત, રક્તદાન કેમ્પ આજે ૨ એપ્રિલના રોજ સવારે ૭થી ફરી શરૂ કરવામાં આવશે. 

વધુમાં વધુ લોકો આ માનવતાના મહાયજ્ઞમાં જોડાઈને રક્તદાન કરે અને આ કેમ્પને વિશ્વ વિક્રમ તરફ લઈ જવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી છે. 

(પરેશ પારેખ અકિલા પોરબંદર)

(12:34 AM IST)