<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

કચ્છના સરહદી વિસ્તારના મહત્વના નેશનલ હાઇવેને પહોળો કરવા ૧૨૦૭ કરોડ મંજૂર : કચ્છના ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે મહત્વરૂપ સાબિત થશે

આ પ્રોજેક્ટથી કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાન ની અવર જવરને પણ સરળ બનાવશે અને પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે : સાંસદ વિનોદભાઇ ચાવડાએ નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને નિતીન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો

    (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય માં NH – 41 ૨૨૦ કિમી થી વધુ નલીયા – નારાયણ સરોવર પેવ્ડ શોલ્ડર સાથે ૨ લેન નું અપગ્રેડેશન રૂ. ૫૦૮ કરોડ ૬૭ લાખ અને નેશનલ હાઇવે નંબર ૯૨૭ સી ચિત્રોડ – રાપર બાલાસર રૂ. ૬૯૮ કરોડ ૭૮ લાખ થી ૫૭ કિમી થી વધુ પેવ્ડ શોલ્ડર સાથે ૨ લેન બનાવવાને મંજૂરી આપવામાં આવેલ છે. કૂલ રૂ. ૧૨૦૭ કરોડ ૪૫ લાખ ના ઉપરોક્ત બંને કામોને મંજૂરી મળતા સાંસદ શ્રી આભાર દર્શાવી આનંદ વ્યક્ત કર્યો હતો.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું કચ્છ ના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે.આ હાઇવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાન ની અવર જવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. 

 હાલમાં, હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડ - ભાડ વાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે 2 - લેન વાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસ ને ખુબ  વેગ આપશે.

કચ્છ - મોરબી નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જાહેરાત ને આવકરતા જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના  વિકાસકામો ને અગ્રતા આપવા બદલ તેમને હૃદય પૂર્વક બિરદાવ્યૂ હતું.

રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્ય  ત્રિકમભાઈ છાંગા, માંડવી ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગુજરાત સરકારમાં રજુઆત અને લોક માંગણી ને ધ્યાને રાખી ભારત સરકાર ના નિર્ણય ને વાચા મળેલ છે.

(9:36 AM IST)